મંદિર સમિતિ કેદારનાથમાં મોબાઈલ લઈ જવા અને રીલ્સ બનાવવા પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. મંદિર પરિસરમાં રીલ્સ બનાવીને વાયરલ કરનારા આવા લોકો સામે આગામી દિવસોમાં કાર્યવાહી થઈ શકે છે. કેદારનાથ ધામમાં ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની છે. જેમાં એક રીલ્સ વાયરલ કરવામાં આવી હતી. લોકોએ આ રીલ્સ સામે વાંધો ઉઠાવ્યો છે. જે બાદ બદરી કેદાર મંદિર સમિતિએ પોલીસને ફરિયાદ કરીને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
તાજેતરમાં, એક જાણીતા યુટ્યુબરે કેદારનાથ મંદિર પરિસરમાં રિંગ આપીને તેના પ્રેમીને પ્રપોઝ કર્યું હતું તેનું નામ વિશાખા હોવાનુ સોશિયલ મીડિયામાં ચર્ચા છે, અને એટલું જ નહીં, ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યા પછી, તેઓએ એકબીજાને ગળે લાગ્યા હતા. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હિંદુ ધર્મના અનુયાયીઓએ આ વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો અને કેદારનાથની ધાર્મિક આસ્થા સાથે ના રમવાની માગ કરી હતી. આ પછી મંદિર સમિતિએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે વિશાખા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેની માતાએ તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આજે તમે જે વિશાખાની સફળતા જોઈ રહ્યા છો તેની પાછળ તેની ત્રણ વર્ષની મહેનત છે. મણિપુર સહિત અનેક રાજ્યોના પ્રવાસન વિભાગ દ્વારા તેમને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવી છે. જે તેમના માટે મોટી વાત છે. તેણીએ મુંબઈથી કન્યાકુમારી સુધી બાઇક લઈને ગઈ હતી, એવું કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર તેના ચાહકોની સંખ્યા 10 લાખથી વધુ છે.
આ સાથે કેદારનાથ ધામમાં મોબાઈલ લાવવા અને Reels બનાવવા પર કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ પહેલા પણ કેદારનાથના ગર્ભગૃહમાં પૈસા ઉડાડવાનો વીડિયો વાયરલ થયો છે. જેના પર લોકોએ સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. આ પછી મંદિર સમિતિએ પોલીસ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. કેદારનાથ ધામ લાંબા સમયથી બ્લોગર્સ અને યુટ્યુબર્સ માટે એક ખાસ સ્થળ છે. પરંતુ બાબાના ભક્તો કેદારનાથ ધામની પવિત્રતા જાળવવા માટે બ્લોગર્સ અને યુટ્યુબર્સ માટે કડક નિયમોની માગ કરી રહ્યા છે. જેના પર પોલીસ ટૂંક સમયમાં કાર્યવાહી કરી શકે છે.