આરોપી નંદકિશોરસિંગ બંગાલીસિંગ પરમાર
અમદાવાદ
એમ ડીવિઝન ટ્રાફીક પોલીસ સ્ટેશનના એસ.પી.રીંગ રોડ તાજ હોટલ થી ભાડજ સર્કલ તરફ જતા શીલજ બ્રીજ ચડતા જાહેર રોડ ઉપર અકસ્માત કરનાર ફોરવ્હીલ ચાલકને તેના કબ્જાના વાહન સાથે પકડી ગુનો ડીટેકટ કરતી એમ ડીવિઝન ટ્રાફીક પોલીસ ટીમ.“એમ” ડીવિ ટ્રાફીક પો.સ્ટેશનમાં ધી ઈ.પી.કો કલમ- ૨૭૯,૩૦૪ (અ),૩૩૭,૪૨૭ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામે ફરીયાદીશ્રી રાકેશ ધજયભાઈ સોલંકી ઉ.વ.૨૭ ધંધો,નોકરી રહે.મ.નં પર સ્ટાફ કવાટર્સ સી.એન.વિધ્યાલય આંબાવાડી અમદાવાદ શહેર મો.નં ૯૭૨૭૧૧૪૬૩૩ નાઓની ફરીયાદના કામે આજરોજ તા.૦૫/૦૭/૨૦૨૩ ના કલાક ૦૦/૪૦ વાગ્યાના સુમારે એસ.પી.રીંગ રોડ તાજ હોટલ થી ભાડજ સર્કેલ તરફ જતા શીલજ બ્રીજ ચડતા જાહેર રોડ ઉપર ફરીશ્રીના નાના ભાઈ જયેશ ધજયભાઈ સોલંકી ઉ.વ ૨૫ રહે.ઉપર મુજબ નાઓ પોતાના કબ્જાનું યામાહા મો.સા નંબર GJ-01-SQ-7831 નુ ચલાવી જતા હતા તે વખતે એક ગ્રે કલરની ગ્રાંન્ડ આઈ-૧૦ ફોરવ્હીલ કાર નંબર GJ-27-CF-1216 ના ચાલક જેના નામ સરનામાની ખબર નથી તેણે પોતાના કબ્જાની ફોરવ્હીલ કાર પુરઝડપે તથા બેદરકારી પુર્વક તેમજ અન્ય વ્યક્તિની જીંદગી જોખમાય તે રીતે ફોરવ્હીલ કાર ચલાવી મો.સા ના પાછળના ભાગે અકસ્માત કરતા મો.સા ચાલક જયેશ રોડ ઉપર નીચે પડી જતા તેને માથાના ભાગે તથા શરીરે ઈજાઓ થતા સ્થળ ઉપર મરણ ગયેલ.અધિક પોલીસ કમિશ્રરશ્રી ટ્રાફીક અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્રરશ્રી ટ્રાફીક પશ્વિમ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી ટ્રાફીક “અ” વિભાગ અમદાવાદ શહેર નાઓની સુચના તથા સીધા માર્ગદર્શન હેઠળ અમો એમ ડીવિઝન ટ્રાફીક પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એચ.જી.કટારીયા તથા અમારા સ્ટાફના માણસો સાથે રહી ગુનાવાળી જગ્યા ખાતે તાત્કાલીક પહોચી અકસ્માત કરનાર ગ્રે કલરની ગ્રાંન્ડ આઈ-૧૦ ફોરવ્હીલ કાર નંબર GJ-27-CF-1216ના ચાલક નંદકિશોરસિંગ બંગાલીસિંગ પરમાર ઉ.વ.૩૬ ધંધો.સુપરવાઇઝર રહે-બી/૨૩૩ સેફોની એપાર્ટમેંટ ટેલીફોન એક્ષચેંજ પાસે બોપલ અમદાવાદ શહેર મુળવતન:ગામ- નગલારાયજીત તા:ગુલાવલી જી:ધોલપુરબસેડી રાજસ્થાન નાઓને પકડી તેની શરીર સ્થિતિનું પંચનામુ કરી તેઓને અટક કરી તેની સારવાર સોલા સિવિલ હોસ્પીટલ ખાતે કરાવી તેના કબ્જાની ગ્રાંન્ડ આઈ-૧૦ ફોરવ્હીલ કાર નં GJ- 27-CF-1216 ની ગુનાના કામે કબ્જે કરી સારી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી. (૧) એચ.જી.કટારીયા પોલીસ ઈન્સપેકટરશ્રી એમ ડીવિઝન ટ્રાફીક પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર (૨) અનાર્મ પો.કોન્સ સુનિલ ધનજીભાઈ બ.નં ૬૪૧૫