ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીએ મોટી સફળતા મેળવી છે. સુરતના ફેનિલ રામાણીએ 513 માર્ક્સ મેળવી સીએ ફાઇનલના પરિણામમાં દેશભરમાં 30મો ક્રમાંક મેળવ્યો છે..આ રીતે ફેનિલે દેશમાં ટોપ-50માં સ્થાન મેળવ્યું છે. સીએ ફાઇનલ અને સીએ ઇન્ટરમિડીયેટનો આજે પરિણામ જાહેર થતાં ક્યાંક વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી તો ક્યાંક વિદ્યાર્થીઓમાં ગમ છવાઈ ગયો હતો. ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ સીએના પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. મેં 2023 માં લેવામાં આવેલી સીએ ઇન્ટર મીડીયેટ અને ફાઇનલના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. સીએ ફાઇનલના પરિણામમાં ઓલ ઇન્ડિયામાં 30 મો રેન્ક ફેનીલ રામાણીએ મેળવ્યો છે. આ સાથે ફેનીલ રામાણી એ સુરતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.સુરતમાં CAનું પરિણામ ગત વર્ષની સરખામણીમાં એક સરખું જોવા મળ્યું હતું. સુરતના વરાછાના ફેનીલ રામાણી નામના વિદ્યાર્થીએ CA ફાઈનલના પરિણામમાં ઓલ ઇન્ડિયા માં ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. ફેનીલ રામાણીએ 800 માર્કમાંથી 513 માર્ક મેળવી ઓલ ઇન્ડિયા સીએ ફાઈનલના પરિણામમાં 30 મો ક્રમાંક મેળવ્યો છે.અને સુરતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.