GJ-૧૮ મહાનગરપાલિકા ખાતે ગઈકાલે સ્ટે.કમિટીની બેઠકમાં ઘણા વર્ષોથી કામ કરતી લક્ષ્મી સિક્યુરિટી ને કમિટીમાં વધુ એક વર્ષ ચલાવવાની ભલામણ આવેલ હતી ત્યારે સભ્યોના વિરોધ બાદ જીયુએસએફ પાસેથીમાણસો લઈને મનપાનું ગાડું ગબડાવે જવાનું નક્કી કર્યું હતું ત્યારે અગાઉ લક્ષ્મી સિક્યુરિટી નો સમય છ મહિના કરતાં વધારે સમયથી પૂર્ણ થઈ ગયો હોવા છતાં નવા કોઈ ટેન્ડર બહાર પાડવામાં આવેલ ન હતા ત્યારે જવાબદારી કયા અધિકારીની?? લાખો રૂપિયાના બિલો મુકાતા હોય અને ટેન્ડર વગર અને મંજૂરી વગર ચલાવે રાખતા હોવાની ચર્ચા પણ થઈ છે ત્યારે નવું ટેન્ડર માટે કેમ કવાયત ન કરવામાં આવી? તે પ્રશ્ન હાલ પૂછાઇ રહ્યો છે લક્ષ્મી સિક્યુરિટી ને હાલ થોડા દિવસ ચલાવીને જીયુએસએફ પાસે હવેથી સેવા લેવાનું સ્ટેન્ડની કમિટીના સભ્યોએ હંકારો ભર્યો છે, પણ જીયુએસએફ અને લક્ષ્મી સિક્યુરીટીના જે રેટ છે તેમાં ૧૦ થી ૧૨ હજારનો ડીફરન્સ છે ત્યારે ૧૦૦ કર્મચારી કંપની ફાળવે અને ૧૦,૦૦૦ નો ડિફરન્સ હોય તો મહાનગરપાલિકાની તિજાેરીને ભારણ દર મહિને દસ લાખનું વધારાનું પડે ત્યારે ઘાટ કરતા ઘડામણ મોંઘું જેવો ઘાટ હોય તેમ કોના બાપની દિવાળી? ત્યારે ખરેખર તો નવેસરથી ટેન્ડર મંગાવીને દાદા જે પૈસા સચિવાલયથી મોકલે છે તે બચાવવા જાેઈએ બાકી આત્મનિર્ભર બનીને મનપા કરી શકે તેમ નથી, જાેવા જઈએ તો જીયુએસએફ મોંઘો ધોળો હાથી મનપા માટે સાબિત તો નવાઈ નહીં.