GJ-૧૮ મનપા ખાતે ભાજપને ૪૧ સીટો સાથે રેકોર્ડ બ્રેક સીટો આવી છે ત્યારે હવે બધા હોદ્દાઓ લેવા રોજ નવા નીત નાટકો શરૂ થઈ ગયા છે ત્યારે બધાને સાચવવા હાલ સમિતિઓની રચના કરીને ગાજર લટકતું સચિવાલય મોકલી દીધું છે બાકી પાસ દાદા કરે તો સારું કારણ કે ૨૪ વર્ષથી ભાજપના શાસનમાં જરૂર જણાય તો જ ચેરમેન ઉપાધ્યક્ષ ડિરેક્ટરની નિમણૂકો બોર્ડ નિગમોમાં કરવામાં આવે છે પ્રજાના ટેક્સના નાણાની ભૂપેન્દ્ર દાદા ની સરકાર કેર રાખી રહી છે ત્યારે નવા ખર્ચ બચાવવા મનપા દ્વારા સાત કમિટીઓ બનાવીને જે મોકલી છે તેને દાદા મહોર મારશે ખરા??
GJ-૧૮ મહાનગરપાલિકામાં સાત ખાસ સમિતીઓની આજની સ્થાયી સમિતીની બેઠકમાં રચના કરવામાં આવી. ચેરમેન જશુ પટેલના પ્રમુખ સ્થાનેથી આ દરખાસ્ત સ્થાયી મિતી સમક્ષ રજુ કરી હતી, જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. આ સમિતીઓની નાણાંકીય સત્તાની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. હવે આ સાત સમિતીના ઠરાવને સામાન્ય સભામાં રજુ કરાશે, ત્યારબાદ સરકારમાં દરખાસ્ત મોકલાશે. સરકારની મંજુરી મળ્યા બાદ નોટિફિકેશન જારી કરવામાં આવશે. આ આખી કાર્યપધ્ધતિ જાેતાં ટુંક સમયમાં આ સમિતીઓ અમલી થઈ જશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. આ મુદતમાં જ આ સમિતીઓ પણ કાર્યરત થઈ જશે કે કેમ તેમ પૂછતાં ચેરમેનએ ચૂપ રહ્યા હતાં.
મહાપાલિકામાં અત્યારસુધી સ્થાયી સમિતીનો એકમાત્ર દબદબો રહ્યો હતો. પરંતુ હવે બીજી સાત નવી સમિતીઓની રચના થતાં આઠ સમિતીઓ કાર્યરત થશે. આમ જાેતાં સ્થાયી સમિતી સિવાયની અન્ય સમિતીઓની રચના કરવામાં એક દાયકો વિતી ગયો. જાેકે આ સાત સમિતીઓની મુદત આગામી ૨૧ એપ્રિલ ૨૦૨૪ સુધીની રહેશે, જે નોંધવું રહ્યું. ધી ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ- ૧૯૪૯ની કલમ-૩૦((૧) હેઠળ મિતીઓની રચના આજની સ્થાયી મિતીની બેઠકમાં કરવામાં આવી. આ સાત સમિતીઓમાં જાહેરા આરોગ્ય, ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ, સેનિટેશન-સીવરેજ-સ્ટ્રીટલાઈટ, બાગાયત, મહિલા અને બાળ વિકાસ કલ્યાણ, કરવેરા અને અન્ય આવકોની કિંમતી તથા બાંધકામ સમિતીનો સમાવેશ થાય છે. આ સાત સમિતીઓની રચના કરી તેનું કાર્યક્ષેત્ર, અધિકાર તથા સભ્ય સંખ્યા નક્કી કરવાની સત્તા મહાનગરપાલિકાને આપવામાં આવી છે. આ સાતેય સમિતીઓને નાણાંકીય સત્તા પણ આપવામાં આવી છે. જેમાં બે લાખથી લઈને દસ લાખ સુધીની સત્તા આપવામાં આવી છે. કરવેરા અને અન્ય આવકોની સમિતીને સૌથી ઓછી બે લાખની નાણાંકીય સત્તા આપવામાં આવી છે. જ્યારે સૌથી વધુ સેનિટેશન-સીવરેજ અને સ્ટ્રીટલાઈટ સમિતીને ૧૦ લાખ સુધીની નાણાંકીય સત્તા આપવામાં આવી છે. આ સિવાય જાહેર આરોગ્ય. ટાઉનપ્લાનીંગ અને એસ્ટેટ, બાગાયત તથા બાંધકામ સમિતીને સાત-સાત લાખ સુધીની તથા મહિલા અને બાળ વિકાસ કલ્યાણ સમિતીને પાંચ લાખની નાણાંકીય સત્તા આપવામાં આવી છે. ગાંધીનગર મહાપાલિકામાં સાત ખાસ સમિતીઓની રચના કરવા માટે અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતની મહાનગરપાલિકાઓમાં કાર્યરત સમિતીઓ તથા તેને મળેલી સત્તા આ તમામ બાબતોને અભ્યાસ કરવામાં આવ્યો હતો. અહીં માત્ર કમીટીઓ જ બનાવવાની વાત નહતી. પરંતુ આ કમિટીઓ પોતે સ્વતંત્ર રીતે કામ કરી શકે, ર્નિણયો લઈ શકે તે માટે નાણાંકીય સત્તા આપવાનો પણ ર્નિણય કરાયો હતો. આગામી ૨૧ એપ્રિલ ૨૦૨૪ સુધીની મુદત માટે ખાસ સમિતીઓની રચના કરવા તથા ખાસ સમિતીના નિયમોને મંજુરી આપવા તથા ખાસ સમિતીની નાણાંકીય સત્તાઓ આપવાના કામ સ્ટેન્ડીંગ કમિટી મારફત હવે સામાન્ય સભામાં મંજુરી માટે રજુ કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી સમિતીઓની રચનાની ચર્ચા ચાલતી હતી.
ત્યારે હાલ તો લટકતું ગાજર સચિવાલય સુધી પહોંચાડ્યું છે, વધુમાં જે સમિતિઓ છે તેને દર વર્ષે ખર્ચ પેટે વધુમાં વધુ સાત લાખ અને ઓછામાં ઓછી સાડા ત્રણ લાખ જેટલી ગ્રાન્ટ મળે છે, ત્યારે ગાડી ઓફિસ ખર્ચ પટાવાળા ડ્રાઇવર પીએ નો પગારનો ખર્ચ ગણવામાં આવે તો ફક્ત પગાર જ ૬૦ હજાર દર મહિને આસપાસ થાય ગાડીનો પેટ્રોલનો ખર્ચ લઈને ગણવામાં આવે તો દર મહિને ૧,૦૦,૦૦૦ થી વધારે રૂપિયાનું આંધણ અને ૭સાથી લઈનેસાડા ત્રણ લાખની ગ્રાન્ટમાંચેરમેન વાઇસ ચેરમેનની ઝઘડા જગડી તો ખરી? ત્યારે સાત લાખની ગ્રાન્ટ સામે ૧૨ લાખનો વર્ષે ખર્ચ?? ઓ હો હો.. કોના બાપની દિવાળી.. દાદા આવા ખર્ચની મંજૂરી આપશે ખરા??