GJ-૧૮ મનપા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સાત જેટલી કમિટીઓ બનાવીને દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી છે, ત્યારે જાે મંજુર થઈ જાય તો સમિતિમાં અમુક નગરસેવકોને ત્વરિત નિમણૂક આપીને તેનો ઘડો લાડો કરવાની પણ ચર્ચા સાંભળવા મળી છે ,કારણ કે મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન ની મુદત પૂર્ણ થવામાં હજુ ,સાત મહિના જેટલો સમય બાકી છે, જેથી જે સભ્યોને કમિટીમાં અત્યારે સમાવી લેવામાં આવશે ,તેનો ઘડો લાડવો થઈ જશે, ત્યારે મોટાભાગના સભ્યો અત્યારે નિમણૂક ન થાય તે માટે દૂર ભાગી રહ્યા છે.
વધુમાં મેયર ,ડે.મેયર, ચેરમેન ની મુદત પૂર્ણ થવામાં હજુ સાત મહિના બાકી છે, ત્યારે અત્યારે કમિટીમાં જેમની નિમણૂક થાય તો મેયર ડેપ્યુટી મેયર, ચેરમેનની મુદત પૂર્ણ થતા જ નવેસરથી નવી ગીલ્લી નવો દાવ ચાલીને ઉભો રહી જાય, ત્યારે રાજકીય ગણિતમાં અત્યારથી ખાનગી જેને ટાર્ગેટ કરવાના છે ,તેઓ મેયર ,ડેપ્યુટી મેયર ,ચેરમેન ની રેસમાં છે ,તેનો ઘડો લાડવો આ નિમણૂક આપીને પણ કરી નાખે તો નવાઈ નહીં ,બાકી SC, ST, OBC સમાજને તો જે આપે તે લેવાનું છે, બાકી જનરલ માંથી કંઈ મળવાનું નથી, આપે એ બોનસનું, ત્યારે કાળો કકળાટ રોજ હોદ્દા માટે થતો હોય અને કાળી ચૌદસ પહેલા જ કાળો કકરાટ કાઢવા સાત નવી કમિટીની દરખાસ્ત કરીને મંજૂરી માટે મોકલી છે મંજુર થાય તો સારું ?બાકી હાલ તો કોણીયે ગોળ લગાવવા બરાબર પણ ગણી શકાય?