ગાંધીનગરમાં વિના હરાજીએ સચિવાલયના બિનબદલીપાત્ર કર્મચારી-અધિકારીઓને રાહતદરે પ્લોટ ફાળવવા MLA રીટા પટેલે મુખ્યમત્રીને પત્ર પાઠવ્યો

Spread the love

ધી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા સચિવાલય સંકુલના તમામ અધિકારી/કર્મચારીઓની રજૂઆતોને ધ્યાનમાં લઇ બિનબદલીપાત્ર કર્મચારીઓને રાહતદરે વિના હરાજીએ ગાંધીનગરમાં રહેણાંક માટે પ્લોટ ફાળવવાની રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરાઈ છે. જ્યારે આ માંગણી સંદર્ભે ગાંધીનગર ઉત્તર બેઠકનાં ધારાસભ્ય રીટાબેન પટેલે દ્વારા પણ પત્ર લખવામાં આવ્યો છે. રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગની નીતિ અનુસાર બિનબદલીપાત્ર કર્મચારીઓને રાહતદરે વિના હરાજીએ ગાંધીનગરમાં રહેણાંક માટે પ્લોટ ફાળવવાની નીતિ બનાવવામાં આવી હતી. તા.૨૯/૩/૨૦૦૧ ના માર્ગ અને મકાન વિભાગના ઠરાવથી બિનબદલીપાત્ર અધિકારી/કર્મચારીઓને પણ રાજ્યના અન્ય તમામ અધિકારી/કર્મચારીઓ માટે મહેસુલ વિભાગ દ્વારા જે નવી નીતિ નક્કી કરવામાં આવશે તે નીતિ લાગુ પડશે તેમ સરકાર દ્વારા ઠરાવથી ર્નિણય લેવામાં આવ્યો હતો. તેમ છતાં માત્ર ગાંધીનગર સચિવાલય ખાતે બિન બદલીપાત્ર તરીકે ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓને રહેણાંક માટે રાહતદરે જમીન ફાળવવાની અંગે વર્ષ ૨૦૦૧ બાદ મહેસુલ વિભાગ દ્વારા કોઇ પણ પ્રકારની નીતિ બનાવેલ નથી. રાજય સરકારના બદલીપાત્ર અધિકારી/કર્મચારીઓને રહેણાંકના હેતુ માટે રાહતદરે જમીન ફાળવવા બાબતે મહેસુલ વિભાગની તા.૪/૪/૨૦૦૧ ની નીતિ હેઠળ રાહતદરે રહેણાંકના પ્લોટ ફાળવવાની જાેગવાઇ છે. વર્ષ ૨૦૦૧ બાદ આ બાબતે કોઇ પણ પ્રકારની નીતિ જાહેર ન થવાના કારણે ગાંધીનગર સચિવાલય ખાતે માત્ર બિન બદલીપાત્ર તરીકે ફરજ બજાવતા અધિકારી/ કર્મચારીઓને રહેણાંક માટે રાહતદરે જમીન ફાળવવાની લાંબા સમયની માંગણી આજ દિન સુધી સંતોષાયેલ નથી. જેથી કર્મચારી આલમમાં તિવ્ર અસંતોષની લાગણી અનુભવાઇ રહેલ છે. તદઉપરાંત ગુજરાત સચિવાલય ખાતે નીતિઘડતરની ચાવીરૂપ ભૂમિકા ભજવતાં બિનબદલીપાત્ર કર્મચારી/અધિકારીઓ છેલ્લા ૨૫ વર્ષના ઉપરાંતના સમયગાળાથી રાહતદરે પ્લોટના લાભથી વંચીત રહ્યાં છે.
વધુમાં, બિનબદલીપાત્ર અધિકારી/કર્મચારીઓ ગાંધીનગર ખાતે તેમની નોકરીનો અંદાજે પાંત્રીસ થી ચાલીસ વર્ષનો તેમના જીવનકાળનો અમુલ્ય સમય રાજય સરકારની સેવામાં સમર્પિત કર્યા બાદ રાજ્ય સરકારની સેવામાં ગાળી નિવૃત્ત થાય ત્યારે પણ પોતાના ઘરના ઘરનું સપનું આજના આ મોંઘવારીના સમયગાળામાં સાકાર કરી શકતાં નથી.સુપ્રિમ કોર્ટ ખાતે હાલ પડતર એસ.એલ.પી ૮૯૬/૨૦૧૨ માલિન જે બારોટ વિરુધ્ધ સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં નામ કોર્ટે તા.૨/૧૧/૨૦૧૨ના રોજ ગાંધીનગર ખાતે સરકારી જમીન ફાળવણી સંદર્ભે આપેલ સ્ટે બિનબદલીપાત્ર અધિકારી/ કર્મચારીઓ માટે નીતિ બનાવવામાં લાગુ પડતો નથી તેવું મંતવ્ય છે, કારણ કે મહેસુલ વિભાગ દ્વારા તેઓના તા.૭/૯/૨૦૨૦ના ઠરાવ ક્રમાંકઃ-જમન/૨૨૧૯/૧૫૬/૯ થી રાંદેસણ તથા સુધડ ખાતે ગુજરાત હાઇકોર્ટના અધિકારી/ કર્મચારીઓને રહેણાંકના હેતુ માટે ૩૦ હજાર ચો.મી જમીનની ફાળવણી કરેલ છે. આમ આ બાબત હાલ સબજ્યુડીસ જણાતી નથી. ઉકત બાબતે સચિવાલયના બિન બદલી પાત્ર કર્મચારી/અધિકારીઓને કામગીરીના સ્થળ તરીકે સચિવાલય,ગાંધીનગર ધ્યાને લઇ વિના હરાજીએ રહેણાંક માટે રાહત દરે જમીન ફાળવવા બાબતે છેલ્લા ૨૫ વર્ષથી વધુ સમયથી પડતર રહેલ માંગણી ધ્યાને લઇ નીતિ બનાવી સચિવાલયના તમામ બિન બદલીપાત્ર કર્મચારી/અધિકારીને રહેણાંક માટે રાહતદરે જમીન/પ્લોટ ફાળવવા રજૂઆત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com