જુના આધાર એમએસ બિલ્ડીગનું રીનોવેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે પાર્કીગનો પ્રશ્ન જલદ બન્યો છે, કેન્દ્રમાં અડધી કીટ બંધ હોય, કોઇ કારણ વગર અરજદારોને કલાકો બગડી રહ્યા છે, બેક ઓપરેટર રજા પર હોવાથી હયાત કીટ ચાલુ હાલતમાં હોવા છતાં બંધ હોય છે, અને માત્ર બે કીટ પર કામ થતું હોય, હોલથી માંડી પગથિયા સુધી લોકોની લાઇન હતી. સવારે ૯ વાગ્યામાં આવેલા અરજદારોએ સમય બગાડની ફરિયાદ પણ કરી હતી. ઓપરેટરો લાચાર હતા.
પરંતુ આવા સમયે વૈકલ્પિક ઓપરેટરની વ્યવસ્થા ન હોવાથી સ્માર્ટ વ્યવસ્થાઓ પણ ફેઇલ લાગતી હતી. મનપા બિલ્ડીંગમાં એ.સી. ચેમ્બરમાં બેસીને પ્રોજેકટ બનાવતા અને કામ કરતા અધિકારીઓ તથા પદાધિકારીઓ સમયાંતરે જયાં લોકોની સૌથી વધુ ભીડ રહે છે તેવા કેન્દ્રોમાં સરપ્રાઇઝ વિઝીટ લેવામાં આવે તો આવી નાની મોટી સમસ્યાથી રૂબરૂ થઇ શકે તેમ છે.
સામાન્ય નાગરિકને આવા કામો સિવાય કોર્પો.માં આવવાનું હોતું નથી. જાે ખરેખર સંપૂર્ણ પારદર્શક સિસ્ટમ રાખવી હોય તો આધાર કેન્દ્રો, સિવિક સેન્ટર, લગ્ન નોંધણી વિભાગમાં જ અસુવિધાની ફરિયાદ કરવા ફોન નંબરના બોર્ડ લગાડી દેવા જાેઇએ. જેથી જયારે સમસ્યા હોય ત્યારે અધિકારીઓ કે ચૂંટાયેલા લોકો જાતે મુલાકાત લઇને આ પ્રશ્ર્ન ઉકેલી શકે. GJ-૧૮ મનપા એવી જૂની એમએસ બિલ્ડીંગ ખાતે હાલ રીનોવેશન નાનું મોટું ચાલી રહ્યું છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન પાર્કિંગનો છે, આધાર કાર્ડ કઢાવવા લોકો બીજા માળે આવે છે, ત્યારે ઘણી વાર ભલામણમાં જાેઈતો હોય જ છે, જે લેવા ન્યુ મનપા એવી સેક્ટર ૧૭ ખાતે જવું પડે છે, સિનિયર સિટીઝનો ને પણ કલાકો બેસી રહેવું પડે છે, ઘણીવાર સ્ટાફમાં પણ ગુટલી બાજુઓ આટા ફેરા કરતા હોય છે, રિસેસમાં ગયા છે, હમણાં આવશે, બેથી અઢી વાગ્યાની વિશેષ દોઢ વાગે શરૂ થઈને ત્રણ વાગે પૂરી થાય છે, ત્યારે અગાઉ મેયર ડેપ્યુટી મેયર ચેરમેન જૂની બિલ્ડીંગમાં બેસતા હતા ત્યારે કોઈ સમસ્યા ન હતી, પણ અહીંયા હવે લીલા લહેર થઈ ગઈ છે.એમએસ બિલ્ડિંગમાં હજુ ૨૫% સ્ટાફ અહીંયા બેસે છે ત્યારે એમએસ બિલ્ડીંગ ખાતે જેમની નોકરી છે તેમને જલસા પડી ગયા છે, જિલ્લા તાલુકા ની ઓફિસ હોય તેવું થઈ ગયું છે જેમાં અરજદારોને વધારે હેરાન થવું પડે છે હોદ્દેદારો પહેલા એમએસ બિલ્ડીંગ ખાતે બેસતા હતા એટલે ખોફ હતો. હવે ખોપ રહ્યો નથી કારણ કે ગયા એ ગયા પછી કોઈ એમએસ બિલ્ડીંગની જાેવા આવ્યું નથી ત્યારે હોદ્દેદારો આપ શ્રી મુલાકાત અચાનક લઈને રેડ પાડો તેવી પ્રજાની લાગણી અને સમસ્યા જે છે, તે વર્ણવી રહ્યા છે.