જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોય છે અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનોમાં મોટાભાગે નંબર પ્લેટ હોતી નથી, આવું લોકોમાં ચર્ચા છે. પરંતુ ચાર પાંચ દિવસ પહેલા ધારાસભ્યનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જેમાં તેમણે પણ એ વાતનો એકરાર કર્યો હતો કે મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર નંબર પ્લેટ વગરના વાહનો માથેલા સાંજની જેમ દોડે છે અને તે વાહનો દોડવા દેવા માટે થઈને પણ બેફામ ઉઘરાણા અને હપ્તા લેવામાં આવતા હોય છે તેવું પણ ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું હતું. તેમ છતાં પણ આજની તારીખે હજુ પણ મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં નંબર પ્લેટ વગરના વાહનો ફરે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
ખનીજ માફિયાઓ માટે મોરબી જિલ્લો સ્વર્ગ સમાન છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશક્તિ નથી કારણ કે રેતી, હાર્ડમોરમ વગેરે જેવી ખનીજની વસ્તુઓની બેફામપણે જુદા જુદા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવે છે. સ્થાનિક તંત્ર દ્વારા તેની સામે નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તેવામાં થોડા સમય પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા હળવદ પંથકની અંદર રેતી માફિયા ઉપર રેડ કરવામાં આવી હતી અને ત્યારે કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને લગભગ ૫૦ જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી અને આ ગુનામાં હજુ અન્ય આરોપીઓને પકડવા માટેની કામગીરી ચાલી રહી છે.
ત્યારે ત્યાં નંબર પ્લેટ વગરનો ડમ્પર પસાર થતું હોય તેમના દ્વારા જવાબદાર અધિકારી સાથે ફોન ઉપર વાત કરવામાં આવી હતી ને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જેમાં તે કહે છે કે નંબર પ્લેટ વગરના ઘણા વાહનો દોડે છે ને તે અવારનવાર અકસ્માત સર્જે છે અને આવા વાહનો દોડે છે તેના માટે થઈને બેફામ હપ્તા પણ લેવામાં આવે છે તેવું પણ તે વીડિયોની અંદર બોલી રહ્યા છે.ત્યારે GJ-૧૮ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીની સરકાર દ્વારા ડ્રોન રોતીમાફીયાઓને નાથવા ખરીદવામાં આવ્યા હતા, જે ડ્રોન લાખોથી કરોડો રૂપિયાના ડ્રોન ક્યાં છે, તે માહીતી હજુ સુધી મળવામાં નથી, ગુજરાત હવે રેતી માફીયાથી લઇને ખનીજ માફીયાઓ માટે સ્વર્ગ બની ગયું છે,ત્યારે GJ-૧૮ ની સાબરમતી નદીનો પટ વિશાળ છે, અને દિવસેચોરી કરતાં રાત્રે ૧૧ વાગ્યાથી શરૂ થાય અને સવારે ૬ વાગ્યા સુધી, બાકી રજાના દિવસોમાં સૌથી વધારે શનિ, રવિ, બીજાે ચોથો શનિવાર અને તહેવારોના દિવસોમાં ચોરી વધારે થાય છે, બાકી સરકાર દ્વારા ખરીદાયેલા ડ્રોન ક્યાં છે, તે યથાર્થ પ્રશ્ન છે.