સસ્તુ, ટ્રાન્સપોર્ટર ગોતવા જતા ભેખડે ભરાયા, માલસામાન ગાયબ

Spread the love

આજની પેઢીની પાસે સમય નથી, અને કોમ્પ્યુટર ખોલીને બેસી જાય, તુરત કામ પતી જાય, પણ આ કામો પતાવવામાં ને પતાવવામાં ઘણીવાર આપણે ના પતિ જઇએ તેનું ધ્યાન પણ રાખવું જરૂરી છે, હવે લોકો ઘણું બધું કામ રૂબરૂ જઈને પતાવવાને બદલે આંગળીના ટેરવે મતલબ કે મોબાઈલ-લેપટોપ કે કોમ્પ્યુટરમાં રહેલા ગૂગલની મદદથી ઓનલાઈન પૂરું કરવામાં માનવા લાગ્યા છે. આમ તો ટેક્નોલોજીનો ઘણો જ ફાયદો મળી રહ્યો છે કેમ કે તેનાથી લોકોના સમયની ઘણી જ બચત થઈ રહી છે. જાે કે સિક્કાની બે બાજુ હોય છે તેવી જ રીતે ટેક્નોલોજીની બે બાજુ છે જેમાં એકથી ફાયદો થાય છે તો બીજી બાજુથી એટલું જ અને કદાચ તેના કરતા પણ વધુ નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી સાયબર માફિયાઓ અલગ-અલગ કીમિયા અખત્યાર કરીને લોકોના એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે પરંતુ પોલીસ દ્વારા જાગૃતતા લાવવાને કારણે તેમણે અવનવા કારસ્તાન કરવા મજબૂર બનવું પડ્યું છે ત્યારે હવે સાયબર માફિયાઓ ટ્રાન્સપોર્ટર બનીને લોકોને છેતરી રહ્યા હોવાની અને આ રીતની તેમની જાળમાં અત્યાર સુધી રાજકોટના અનેક લોકો અને વેપારીઓ ઝપટે ચડી ગયા હોવાનું ખુલ્યું છે.
કોઈને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સામાન ફેરવવા માટે ટ્રક-ટેમ્પોને જરૂર પડે કે પછી કોઈ વેપારીને પોતાનો માલ મુંબઈ-બેંગ્લોર કે અન્ય રાજ્યમાં મોકલવો હોય એટલે ગૂગલ ઉપર ટ્રાન્સપોર્ટનો નંબર સર્ચ કરતાંની સાથે જ સાયબર ઠગ બની જાય છે એક્ટિવ
ગૂગલ ઉપર અત્યારે ‘રાજકોટ ટ્રાન્સપોર્ટ સર્વિસ’ લખીને સર્ચ કરવામાં આવે એટલે અલગ-અલગ નામના અનેક ટ્રાન્સપોર્ટસના નામ-સરનામા અને ટેલિફોન નંબર આવી જાય છે. ત્યારબાદ માલ મોકલવા ઈચ્છુક વ્યક્તિ ગૂગલ પર આપેલા નંબર પરથી ટ્રાન્સપોર્ટ સર્વિસનો સંપર્ક સાધે છે. જેવો સંપર્ક સાધવામાં આવે એટલે બનાવટી ટ્રાન્સપોટર્સ એક્ટિવ બની જાય છે અને અન્ય ટ્રાન્સપોર્ટસ કે જેઓ કાયદેસર વ્યવસાય કરે છે તેના કરતા ઓછી અથવા તો અડધી કિંમતે સામાનનું ટ્રાન્સપોર્ટેશન કરી આપવાની ઑફર આપે છે. ઉદાહરણ તરીકે કોઈ ટ્રાન્સપોર્ટર કે જે કાયદેસર છે તે રાજકોટથી મુંબઈ સામાન લઈ જવા માટે ૫૦,૦૦૦ રૂપિયા ચાર્જ વસૂલતો હોય તો આ બનાવટી ટ્રાન્સપોર્ટર ૨૫,૦૦૦ રૂપિયામાં માલ લઈ જવાની ઑફર આપે છે !! મતલબ કે અડધી કિંમતે પોતાનો સામાન ટ્રાન્સપોર્ટેશન થઈ જવાની લ્હાયમાં માલ મોકલનાર વ્યક્તિ બનાવટી ટ્રાન્સપોર્ટર ઉપર ભરોસો કરી બેસે છે અને તે ભરોસાનો ફાયદો ઉઠાવી સાયબર ઠગ દ્વારા માલ મોકલનાર પાસેથી એડવાન્સના ઓનલાઈન પૈસા મંગાવી લેવામાં આવે છે.
ટ્રાન્સપોર્ટેશન માટે જેટલી કિંમત હોય તેના કરતા અડધી કિંમતની ‘ઑફર’ આપીને ૧૦ હજારથી લઈ ૫૦ હજાર રૂપિયા પડાવી લેતા હોવાના કિસ્સાઃ લોકો પણ ખરાઈ કર્યા વગર જ સીધા ઓનલાઈન પૈસા ચૂકવી દેતા હોવાથી આવે છે માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે.
ત્યારપછી જેવા પૈસા આવી જાય એટલે તે નંબર બંધ કરી દેવામાં આવતો હોવાથી માલ મોકલનાર વ્યક્તિ રીતસરની છેતરાઈ રહી છે. એકંદરે માલ મોકલનાર વ્યક્તિ દ્વારા ટ્રાન્સપોર્ટ કંપની સાચી છે કે ખોટી તેની સ્થળ પર જઈને ખરાઈ કરવાને બદલે ઓનલાઈન જ બધું કામ પતાવી દેવાની ઈચ્છા ધરાવતી હોવાને કારણે તેની આ ઈચ્છા મોંઘી પડી રહી છે. ખાસ કરીને રાજકોટથી મુંબઈ, બેંગ્લોર, દિલ્હી સહિતના શહેરોમાં વધુ પ્રમાણમાં માલસામાન મોકલવામાં આવી રહ્યો હોવાથી સાયબર માફિયાઓ આ શહેરોમાં માલ ટ્રાન્સપોર્ટેશન કરવાના નામે લોકોને છેતરી રહ્યા છે.આ ઉપરાંત કોઈ પરિવારને એક શહેર છોડી બીજા શહેરમાં રહેવા માટે જવું હોય અને તે ઓનલાઈન ટ્રક-ટેમ્પો સર્વિસ સર્ચ કરે એટલે તેમાં પણ અનેક નંબર આવી જાય છે અને જેવો તેના ઉપર સંપર્ક થાય એટલે છેતરવાના સિલસિલાની શરૂઆત થઈ જતી હોય છે. આ રીતના કિસ્સાઓ પણ અત્યારે વધી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે છેતરપિંડીના જેટલા બનાવો બને છે તેના પ્રમાણમાં ફરિયાદ માત્ર ૧% જ નોંધાતી હોવાને કારણે સાયબર ઠગોની હિંમત પણ વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com