ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે અનેક બગીચાઓથી લઈને રમણીય સ્થળો બનાવવામાં આવ્યા છે, ત્યારે વર્ષોથી બનાવેલું અને લોકોનું ફેવરિટ સેક્ટર – 1 નાં તળાવને વર્ષોથી ગ્રહણ લાગ્યું છે. સાબરમતીમાં નવા નીર આવ્યા, સંત સરોવરમાં પાણી ભરાયું, પણ સેક્ટર – 1 નું તળાવ ખાલી ખમ ખટારા જેવું કેમ? તેવું નગરજનો પૂછી રહ્યા છે, ત્યારે ગમે તેટલો વરસાદ પડે પણ આ તળાવમાં પાણી રહેતું નથી કે પછી કાઢી નાખવામાં આવે છે, ત્યારે એવી પણ માહિતી પ્રાપ્ત થયેલ છે કે આજુબાજુમાં રહેતા રહીશો દ્વારા આ તળાવ ભરવાથી મચ્છરોનો ઉપદ્રવ, તળાવમાં લીલ થાય તો વાસ મારે, આવી કળાઓ ખીલાવીને ફરિયાદો થતી હોવાની ચર્ચા જગાવી છે,
GJ-18 નું અત્યારે સોળે કળાએ ખીલેલું આ સેક્ટર 1 નું તળાવનું પાણી ભરાય તેના માટે કંઈક કરો ,તળાવ ભરાવાના કારણે જ સુંદરતાની રમણીયતા માં વધારો થશે, ત્યારે સંત સરોવરમાં 2089 કયુસેક પાણીની આવકથી ડેમ ભરાવો અને સાબરમતી નદીમાં નવા નિર આવ્યા , હાલમાં પ્રતિ કલાક 2089 ક્યુસેક પાણીની આવક થતા સંત સરોવર ડેમમાં હાલમાં પાણીનો સંગ્રહ 53.30 મીટર થયો છે, જ્યારે ડેમના દરવાજા ખોલવામાં માટે 55.50 મીટર પાણી સંગ્રહ થાય ત્યારે ખોલવાનો નિયમ છે.
બોક્સ
ઉત્તરના એમએલએ રીટાબેન પટેલ એકાદ નજર આ બાજુ નાખશો અને આ પ્રશ્ન ગંભીરતાથી લેશો, દસ વર્ષથી વધારે સમયથી બનેલા આ તળાવમાં પાણી રહેતું નથી, જેથી ઝડપથી રજૂઆત કરીને આ પ્રશ્નનું સોલ્યુશન લાવશો કારણકે વરસાદની સિઝન સિવાય પાણી ભરાશે નહીં ,જેથી ઝડપથી આ પ્રશ્ને સોલ્યુશન લાવો તે જરૂરી.