દેશમાં ૨૦૦૦ ની નોટો સપ્ટેમ્બર ૨૦૨૩ પછી લેવામાં નહીં આવે, જેમની પાસે હોય તે બેંકમાં જમા કરાવીને બદલી શકે, પણ બે નંબરના નાણાં થોકડા બંધ હોય તો શું કરવું ? ત્યારે હવે દાન પુણ્યમાં પણ તગડો પૈસો આવી રહ્યો છે, હમણાં જ થોડા દિવસ પહેલા એક અધિકારીએ પોતે ધાર્મિક કાર્યક્રમમાં દર્શન કરવા ગયા અને અધિકારીએ પોતે ?૨૨,૦૦૦ ની જાહેરાત કરી ,જાહેરાત ૨૧૦૦૦ ની કરવાની હતી, પણ પાછા ૨૦૦૦ની નોટોમાં ૧ હજાર ક્યાં પાછા લેવા, ત્યારે અધિકારીએ મહારાજને સ્પર્શ કરીને ૨૦૦૦ ની નોટો એવા ?૨૨,૦૦૦નુ દાન કરેલ, ત્યારે ૨૦૦૦ની નોટો સરકારની જાહેરાત બાદ મગજમાંથી કાઢી નાખી હોય તેમ હવે લોકો ધુતકારી રહ્યા છે, પણ અગાઉ આ બે હજારની ગુલાબી નોટ લોકોને ખૂબ જ ગમતી હતી, અત્યારે હવે દાન પેટીમાં પણ ૨૦૦૦ની નોટોથી લઈને દરેક હોટલો, કાર્યક્રમમાં ૨,૦૦૦ ની નોટો જ આપીને વટાવવા અનેક કીમિયા ચાલી રહ્યા છે, મોલોની અંદર સૌથી વધારે ૨૦૦૦ની નોટોનું ચલણ વધી ગયું છે, ત્યારે આવનારા દિવસોમાં મંદિરો ટ્રસ્ટોની દાન પેટીઓ પણ ચેક કરી લેશો, બાકી આ નોટ નો સમય પૂર્ણ થવામાં માંડ બે મહિના બાકી છે, ત્યારે અધિકારી એ તો દાન પેટે ધીરે ધીરે ૨૦૦૦ ની નોટોનો રસ્તો કરી રહ્યા છે, ત્યારે નાના માણસો એવા મધ્યમ વર્ગ પાસે તો કયારનીય ગાયબ થઈ ગઈ છે,