GJ-૧૮ (ગુડા) ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કુડાસણ ખાતે મોંઘી દાઢ જેની કિંમત કરોડોમાં ગણાય તેવી મહામૂલી જમીન અને મોકા ની જગ્યા વાટીકા હોસ્પિટાલીટી સર્વિસિસ ( મહેશ વાઘાણી – સુરત) દ્વારા પ્રમોટ કરેલ કંપનીને તા.૩૧/૧૨/૨૧ ની અરજી થી અંતિમ ખંડ નંબર ૧૬૪ ગાંધીનગર રચના યોજના નંબર-૬ની ૩૨૧૯ ચો.મી. જમીનને હંગામી ઘોરણે ભાડેથી મેળવવા અરજી કરતા અત્રેથી નિયત કરવામાં આવેલ શરતોને આધિન છ માસનું (તા.૦૧/૦૬/૨૦૧૨ થી ૩૧/૧૨/૨૦૨૨ સુધીનુ) એડવાન્સ ભાડુ વસુલી આમુખ-૨ મુજબ વાટીકા હોસ્પીટાલીટી સર્વિસીસ ને સદર પ્લોટની છ માસ માટે હંગામી ધોરણે ભાડાપટ્ટેથી ફાળવણી કરવામાં આવેલ. સદર પ્લોટમાં સત્તામંડળ દ્વારા તા.૨૩/૦૧/૨૦૨૩ના રોજ સ્થળ તપાસ કરતા વાટીકા હોસ્પીટાલીટી સર્વિસીસ દ્વારા સ્થળે દુકાનોનું બાંધકામ કરી પેટા ભાડેથી અલગ અલગ વ્યવસાય માટે આપેલ હોવાનુ જણાય આવેલ. જેથી સત્તામંડળને સંપ્રપ્ત અંતિમ ખંડ ભાડેથી મેળવવા રજુ કરવામાં આવેલ અરજી પત્રકની શરત નં.૧૪ તથા આમુખ-(૨) મુજબના હુકમની શરત નં.૧૪ નો ભંગ થતો હોય સદર બાબતે યોગ્ય ખુલાસો દિન-૭માં રજુ કરવા આમુખ-(૦૩)થી નોટીસ આપી જણાવવામાં આવેલ, જે અન્વયે આમુખ-(૦૪) થી વાટીકા હોસ્પીટાલીટી સર્વિસીસ દ્વારા ખુલાસો કરવામાં આવેલ જે ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી. આમુખ-(૫)થી વાટીકા હોસ્પીટાલીટી સર્વિસીસને હંગામી ધોરણે ફાળવેલ પ્લોટની ફાળવણી રદ કરવા અંગે મળેલ મંજુરી અન્વયે હુકમ કરવામાં આવે છે કે સદર પ્લોટમાં વાટીકા હોસ્પીટાલીટી સર્વિસીસ દ્વારા કરવામાં આવેલ બાંધકામ હટાવી પ્લોટ મુળ સ્થિતીમાં લાવી સદર પ્લોટનો કબ્જાે સત્તામંડળને દિન-૩ માં પરત કરવો તથા તેમ કરવામાં ચુંક થયેથી વાટીકા હોસ્પીટાલીટી સર્વિસીસ દ્વારા સ્થળે કરેલ બાંધકામ હટાવી સત્તામંડળ દ્વારા બળ પૂર્વક સદર પ્લોટનો કબ્જાે મેળવવામાં આવશે જે અંગેનો તમામ ખર્ચ વાટીકા હોસ્પીટાલીટી સર્વિસીસ પાસેથી વસુલ કરવામાં આવશે. મુદ્દત જે ત્રણ દિવસની આપી હતી તેના ૨૦ દિવસ થઈ ગયા, ગુડા ફક્તને ફક્ત નખ વગરનો વાઘ, ધૂરધિરિયા કરે પણ કરડી ના શકે જેવો ઘાટ છે ,ત્યારે શહેરમાં હવે ગુડા ની અનેક જગ્યાઓ જે ભાડે આપી છે, તેમાં વિવાદ ઉભો થવાનો છે. ગુડા એટલે ગામની વહુ, બધે ઘુંઘટો તાણીને ફરે, અને ફક્ત અવાજ કરવાનો ,બાકી કાંઈ ન વળે, તેમ સદર જગ્યા પાછી મેળવવા ગુડા હવે કોની રાહ જાેઈ રહ્યું છે ? સેટિંગ ડોટ કોમની?