શહેરમાં ખાડા રાજ, ભુવા રાજ, ખટાક-ખટાક રાજ, બીમારી રાજ હવે આ બધાનું પોલ્યુશન જેવા પ્રશ્નો માટે મનપા દ્વારા નવું સોલ્યુશન લાવવા કવાયત હાથ ધરી છે, ત્યારે શહેરમાં અનેક નગર સેવકોની રજૂઆત બાદ દરેક મદદનીશ અને અધિક મદદનીશ ઇજનેર નું નામ મોબાઈલ સાથે જવાબદારી ફિક્સ કરવામાં આવી છે. શહેરમાં આરોગ્ય ,બાંધકામ, પાણીની લાઈન ,ગટર લાઈન ની કામગીરીથી ચોમાસાની ઋતુમાં રોડ પર પડતાં ભુવા અને ખાડાની મરામત ની કામગીરી સિવિલ -૧ શાખાના મદદની /અધિક મદદનીશ ઇજનેરશ્રીઓને સોંપવામાં આવેલ છે અને દરરોજની કામગીરી નો રિપોર્ટ પણ નાયબ કાર્યાલય ઇજનેરને જાણ કરવાની રહેશે ,તેવો કાર્યાલય આદેશ કરવામાં આવ્યો છે.