નાના ગુન્હાઓ માટે જેલ નહીં, દંડની જાેગવાઇ, ૧૯ મંત્રાલયો અંતર્ગત ૪૨ કાયદાઓની ૮૩ જાેગવાઇઓમાં સુધારો

Spread the love

કેન્દ્રીય કેબિનેટે ગઇકાલે જન વિશ્વાસ બિલ ૨૦૨૩માં સુધારાને મંજૂરી આપી દીધી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વેપાર કરવાની સરળતાને પ્રોત્સાહન આપવાના હેતુથી નાની ગેરરીતિઓને અપરાધની શ્રેણીમાંથી દૂર કરવા માટે ૪ર કાયદાઓમાં ૧૮૩ જાેગવાઈઓમાં સુધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. કેસ સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યા અનુસાર, ૧૯ મંત્રાલયો સંબંધિત ૪૨ કાયદાઓની ૧૮૩ જાેગવાઈઓમાં સુધારો કરવાનો પ્રસ્તાવ છે. વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ગયા વર્ષે ૨૨ ડિસેમ્બરે લોકસભામાં જન વિશ્વાસ બિલ રજૂ કર્યું હતું. ત્યારબાદ આ બિલને સંસદની સંયુક્ત સમિતિને વિચારણા માટે મોકલવામાં આવ્યું હતું. સમિતિએ તમામ ૧૯ મંત્રાલયો સાથે વિધાન અને કાયદાકીય બાબતોના વિભાગો સાથે વિગતવાર ચર્ચા કરી છે. રિપોર્ટને આ વર્ષે માર્ચમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તે જ મહિનામાં તેને રાજયસભા અને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. સંસદીય સમિતિએ કેન્દ્રને વેપાર અને જીવનધોરણ સરળ બનાવવાને પ્રોત્સાહન આપવા માટે જન વિશ્વાસ વિધેયકની જેમ નાના ગુનાઓને અપરાધની શ્રેણીમાંથી બહાર કરવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રોત્સાહિત કરવા સુચન કર્યું હતું.
સમિતિએ કહ્યું હતું કે સરકારે અગાઉની અસરથી જાેગવાઈઓમાં સુધારો કરવો જાેઈએ. આનાથી અદાલતોમાં પડતર કેસોના નિકાલમાં મદદ મળશે. કમિટીએ એવી પણ ભલામણ કરી હતી કે જયાં પણ શક્ય હોય ત્યાં નિયમના ઉલ્લંઘન માટે દંડની જગ્યાએ કેદની સજા સાથે દંડની જાેગવાઈ કરવી જાેઈએ જેથી કેસમાં વધારો ન થાય. નાના અપરાધોને અપરાધિકૃત કરવાના પ્રસ્તાવ ઉપરાંત, બિલમાં ગુનાની ગંભીરતાના આધારે નાણાકીય સજાને તર્કસંગત બનાવવા, ટ્રસ્ટ આધારિત શાસનને પ્રોત્સાહન આપવાનો પણ પ્રસ્તાવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com