સોશિયલ મિડીયામાં બાઇક નં. GJ-27CS8519નો વિડિયો વાયરલ થતાં ‘ જે ‘ટ્રાફિક પોલીસની કાર્યવાહી
અમદાવાદ
અમદાવાદ પૂર્વના ટ્રાફિકના નાયબ પોલીસ કમિશ્નર સફીન હસને યાદીમાં જણાવ્યું હતું કે આજ રોજ તા.૧૪/૦૭/૨૦૨૩ ના રોજ સોશિયલ મિડીયામાં એક વિડિયો વાયરલ થયેલ જે વિડિયો જોતા એક બાઇક નં. GJ-27CS8519 નો ચાલક રામબાગ થી મણીનગર રેલ્વે સ્ટેશન જતા રોડ પર બાઇક પર સ્ટંટ કરતો જણાઇ આવેલ હોય બાઇક ચાલકની અત્રેના સ્કોડના માણસો દ્વારા ખાનગી રાહે તપાસ કરાવતા બાઇક ચાલક વિપુલકુમાર વિનોદભાઇ રાણા ઉ.વ. ૪૦ વર્ષ રહે, ૬૦/૩ ગોરધનપાર્ક સોસાયટી નુતન નાગરિક બેંક સામે ઇસનપુર અમદાવાદ નો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ઇસમના રહેઠાણના સરનામે જઇ તપાસ કરતા ઇસમ તેની બાઇક નં GJ-27CS8519 ની સાથે હાજર મળી આવતા ઇસમ વિરુધ્ધ “જે” ટ્રાફિક પો.સ્ટે ખાતે ઇ.પી.કો કલમ ૨૭૯ મુજબ ગુનો નોંધવાની તજવીજ કરવામાં આવેલ છે. તેમજ બાઇક એમ.વી.એક્ટ કલમ ૨૦૭ મુજબ ડિટેઇન કરવામાં આવેલ છે. આમ સોશ્યલ મિડિયામાં વાયરલ થયેલ વિડિયો અન્વયે ત્વરીત કામગીરી કરવામાં આવી હતી .પોલીસે તમામ નાગરીકોને નમ્ર વિનંતી કરી છે કે આવા ભયજનક કૃત્યો કરતા ઇસમોની જાણકારી અમદાવાદ શહેર પોલીસ સુધી પહોચાડે જેથી કાયદેસરની કાર્યવાહી કરી શકાય.
કામગીરી કરનાર પોલીસ કર્મચારી
(૧) મ.સ.ઇ. નિરજકુમાર સભાજીતસિંઘ
(૨) મ.સ.ઇ વિકેંદ્રસિંહ ધીરજસિંહ
(૩) પો.કો. રાજેન્દ્રભાઇ રમેશભાઇ
(૪) પો.કો. હરદેવસિંહ દિપસંગભાઇ