અમદાવાદ
કોકલિયર ઇમ્પલાન્ટ સર્જરી એક જટીલ પ્રકારની સર્જરી છે જે ગંભીર અથવા અતિ ગંભીર રીતે બેહરાશથી પીડીતા વ્યકિત માટે આર્શીવાદ રૂપ છે.જે માટે ગુજરાત સરકાર દ્વારા ૬ વર્ષ સુધીના બાળકોમાં મફત સર્જરી માટેની સ્કીમ છે. પુખ્ત વયના દર્દી માટે આવી કોઇ વ્યવસ્થા નથી.આવા એક પડકારરૂપ કિસ્સામા ૨૨ વર્ષીય દર્દી કે જે લાંબા સમયથી બેહરાશથી પીડાતા હતા. તેમજ એના લીધે એમની બોલવાની ક્ષમતા પણ બરાબર વિકસીત ન હાતી અને માત્ર લીપ રીડીંગ અને ઇશારા વડે વાતચીત કરતા હતા તેઓનું કોકલિયર ઇમ્પલાન્ટનું ઓપરેશન શ્રીમતી શા.ચી.લા.મ્યુનિ.જન.હોસ્ટિપલ ખાતે કાન, નાક, ગળાના વિભાગ દ્વારા મફત સર્ફ પ્રત્યારોપણ પાર પાડયું. સર્જરીના એક મહિના બાદ દર્દીની સાંભળવાની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો જણાયો છે. તેમજ ધીરે-ધીરે સ્પીચ થેરાપી વડે ટુંક સમયમાં બોલતા પણ શીખી જશે.તબીબી વિજ્ઞાન માટે પડકાર રૂપ આ કિસ્સામાં સફળ સારવાર માટે કાન,નાક,ગળા (ENT) સર્જરીનો વિભાગ તેમજ એનેસ્થેશીયા વિભાગ અને સમગ્ર હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનો સપોર્ટ બીરદાવા આપે છે.