આજે મધ્યઝોનમાં એસ્ટેટ ખાતા દ્વારા ત્રણ બિન-પરવાનગીના બાંધકામો સામે કડક કાર્યવાહી કરી કુલ ૪૯૭૬ ચો.ફુટ બાંધકામ તોડી પડાયા 

Spread the love

અમદાવાદ

ડે.મ્યુની. કમીશનરશ્રી(યુ.ડી) તથા ડે.મ્યુની. કમીશનરશ્રી(મધ્ય ઝોન)ની સીધી રાહબરી હેઠળ મધ્યઝોન હદ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની અને ભયજનક મકાનો ઉતારવાની કામગીરીના ભાગરૂપે ઇલેકશન વોર્ડ શાહપુરમાં ટી.પી.સ્કીમ નં.૧૪(શાહીબાગ),ફા.પ્લોટ નં.૧૧૭ પૈકી, માલિક/કબ્જેદાર-અર્પિતાબેન નંદનભાઇ શાહ, શેડ નં.૧૦/એ+૧૦/બી, ચંદુજી મધાજી એસ્ટેટ, તાવડીપુરા, દુધેશ્વર, અમદાવાદમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું હયાત ગ્રા.ફલોરની ઉપર ફર્સ્ટ ફલોર થી સેન્ડ ફલોરનું આશરે ૪૧૦૦ ચો.ફુટ.નું બિન-પરવાનગીનું પાકુ બાંધકામ બાબતે અ.મ્યુ,કો દ્રારા જી.પી.એમ.સી એકટ ૨૬૦(૧) તથા ૨૬૦(૨) ની નોટીસ બજાવેલ તથા બિન-પરવાનગીનુ બાંધકામ અ.મ્યુ.કો દ્વારા ૨(બે) વાર સીલ કરવામાં આવેલ તેમ છતા બાંધકામકર્તા દ્વારા બિન-પરવાનગીનુ બાંધકામ ચાલુ રાખતા તા.૧૩/૦૭/૨૦૨૩ ના રોજ તથા આજ રોજ તા.૧૪/૦૭/૨૦૨૩ ના રોજ બ્રેકર મશીન,ગેસ કટર,દબાણ ગાડી તથા ખાનગી મજુરોની મદદથી તથા માધુપુરા પોલીસ સ્ટેશન થી મળેલ પોલીસ બંદોબસ્ત હેઠળ સદર બિન-પરવાનગીનુ બાંધકામ તોડી પાડેલ છે.

ઇલેકશન વોર્ડ દરીયાપુરમાં મોજે દરીયાપુર-૧,સીટી સર્વે નંબરઃ- ૨૭૮૮,માલિક/ક બ્જેદાર-સતીષભાઇ હર્ષદકુમાર મોદી તથા અન્ય, ૨૩૫૨-કયાતવાડા, ભંડેરી પોળ,કાલુપુર ફ્રુટ માર્કેટ,કાલુપુર, અમદાવાદમાં આવેલ કોર્મશીયલ પ્રકારનું ફર્સ્ટ ફ્લોરનું આશરે ૧૩૦ ચો.ફુટ.નું બિન-પરવાનગીનું પાકુ બાંધકામ બાબતે અ.મ્યુ,કો દ્વારા જી.પી.એમ.સી એકટ ૨૬૦(૧) તથા ૨૬૦(૨) ની નોટીસ બજાવેલ તેમ છતા બાંધકામકર્તા દ્વારા બિન-પરવાનગીનુ બાંધકામ ચાલુ રાખતા આજ રોજ બ્રેકર મશીન,ગેસ કટર,દબાણ ગાડી તથા ખાનગી મજુરોની મદદથી તથા દરીયાપુર પોલીસ સ્ટેશનથી મળેલ પોલીસ બંદોબસ્ત હેઠળ સદર બિન-પરવાનગીનુ બાંધકામ તોડી પાડેલ છે.ઇલેકશન વોર્ડ ખાડીયામાં શીટ નં:-૬૬, સીટી સર્વે નંબરઃ- ૭૮૬, માલિક/કબ્જેદાર- પારસ કટારીયા, મહાદેવ કોમ્પ્લેક્ષની ઉપર,કંદોઇની ખડકી, જનીની ખડકી પાસે, માણેક ચોક, સાંકળી શેરી, ખાડીયામાં આવેલ કોમર્શિયલ પ્રકારનું હયાત ગ્રા.ફ્લોર+ફર્સ્ટ ફ્લોરની ઉપર થર્ડ ફ્લોર થી ફોર્થ ફ્લોરનું આશરે ૭૪૬ ચો.ફુટ.નું બિન-પરવાનગીનું પાકુ બાંધકામ બાબતે અ.મ્યુ,કો દ્વારા જી.પી.એમ.સી એક્ટ ૨૬૦(૧) તથા ૨૬૦(૨) ની નોટીસ બજાવેલ તથા બિન-પરવાનગીનુ બાંધકામ અ.મ્યુ.કો દ્રારા ૫(પાંચ) વાર સીલ કરવામાં આવેલ તેમ છતા બાંધકામકર્તા દ્વારા બિન-પરવાનગીનુ બાંધકામ ચાલુ રાખતા આજ રોજ તા.૧૪/૦૭/૨૦૨૩ ના રોજ બ્રેકર મશીન,ગેસ કટર,દબાન્ન ગાડી તથા ખાનગી મજુરોની મદદથી તથા કારંજ પોલીસ સ્ટેશનથી મળેલ પોલીસ બંદોબસ્ત હેઠળ સદર બિન-પરવાનગીનુ બાંધકામ તોડી પાડવાની કામગીરી ચાલુ છે.આમ,આજ રોજ મધ્ય ઝોનમાં એસ્ટેટ ખાતા દ્વારા એક સાથે ૩(ત્રણ) બિન-પરવાનગીના બાંધકામો સામે કડક કાર્યવાહી કરી કુલ ૪૯૭૬ ચો.ફુટ બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com