ખાધ્ય પદાર્થનાં ધંધાકીય એકમોમાંથી શંકાસ્પદ ખાધ્ય નમુનાઓ લઇ પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.
અમદાવાદ
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારીશ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી ડો ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના અલગ-અલગ ઝોનના વોર્ડ વિસ્તારમાં ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે ખાધ્ય ધંધાકીય એકમો ખાતે કરેલ કામગીરીની વિગત નીચે દર્શાવ્યા મુજબ છે.
તા.૦૯/૦૭/૨૦૨૩ થી તા.૧૪/૦૭/૨૦૨૩ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે થયેલ કામગીરીની વિગતઃ-
ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અમદાવાદ શહેરમાં આવેલ ખાધ્ય ધંધાકીય એકમોની તપાસ દરમ્યાન એફએસએસએ-૨૦૦૬ અન્વયે ખાધ્ય પદાર્થનાં ધંધાકીય એકમોમાંથી શંકાસ્પદ ખાધ્ય નમુનાઓ લઇ પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.
તા.૦૯/૦૭/૨૦૨૩ થી તા.૧૪/૦૭/૨૦૨૩ સુધી થયેલ કામગીરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા અલગ અલગ વો વાઇઝ નોનવેજનો ધંધો કરતા એકમો, પાણીપુરી વાળી જગ્યા, હોટલ/રેસ્ટોરન્ટનુ સઘન ચેકીંગની કામગીરી કરવામાં આવશે તેમજ આવનાર દિવસોમાં લાયસન્સ | રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમોનું પણ સધન ચેકીંગ કરવામાં આવશે અને ચેકીંગ દરમ્યાન લાયસન્સ / રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમો જણાશે તો સીલ / બંધ સુધીના કડક પગલા ભરવામાં આવશે.