ગુજરાતમાં જ્યાં વરસાદ પડ્યો છે, ત્યાં JCB ની માંગ ખૂબ જ વધી ગઈ છે, ત્યારે વિકાસ શરૂ થયા બાદ જેસીબી મશીનો ખરીદનારા અને ધંધો કરનારા માલામાલ થઈ ગયા છે ,એક કલાકના 600 થી 800 રૂપિયા લેવામાં આવે છે, ત્યારે જેસીબી મશીન ચલાવવા વાળા ડ્રાઇવરો પણ મળતા નથી ,ગમે તેમ શીખવાડી ને ચલાવ્યે રાખે છે, પણ જેસીબી વાહનો જેમની પાસે છે તે માલામાલ સાથે એક jcb માંથી ચાર વર્ષમાં ચાર જેસીબીના માલિક બની ગયા છે ,શહેર GJ- 18 માં ખોદકામ ચાલુ હોવાથી અને વરસાદ પડતા અનેક જગ્યાએ ભુવારાજ ખાડારાજ થઈ જતા jcb ની માંગ ઉઠવા પામતા વેઇટિંગ મનપાને મળી રહ્યું છે,
શહેરના દરેક વિસ્તારોમાં નગરસેવકોની બૂમ ભારે જેસીબીની માંગ સાથેની થઈ રહી છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કાદવ કિચડ ઉલેચવા ભુવા ખાડામાં માટી, કપચી નાખવા જેસીબી મંગાવવામાં આવે તો સવારે મંગાવેલ હોય તો સાંજે આવે ,જેસીબીની માંગ વરસાદી ઋતુમાં ભારે ઊઠવા પામી છે.
બોક્સ
ચોમાસાની ઋતુમાં તો JCB મળતું જ નથી અને વેટિંગમાં રહેલું પડે છે, JCB ચલાવવા ડ્રાઇવર ન હોય તો કામ અટકી જાય છે, એક કલાકના મોંઘા દાત ભાવ અને સિઝનમાં માંગ વધે તો ભાવ પણ વધારી દે તેવો ઘાટ સર્જાયો છે,