GJ-18 મનપા દ્વારા હમણાં વરસાદી પાણીના કારણે ઠેર ઠેર પડેલા ભુવા, ખારા પુરાણને કારણે સીટી ઇજનેર ની સહીથી એક કાર્યાલય આદેશ જાહેર કરવામાં આવેલ હતો, આ કાર્યાલય આ દેશમાં 1 થી 30 સેક્ટરો આવરી લઈને તમામની જવાબદારી ફિક્સ કરીને જે પણ નગરજનો ,નગરસેવકો નો ફોન આવે તો સેક્ટર મુજબ જે કર્મચારીને આદેશ કર્યા છે ,તે કામગીરી કરવાની રહેશે ,ત્યારે પૂર્વ મેયર એવા પ્રવિણ પટેલ, રીટાબેન પટેલ, મહેન્દ્રસિંહ રાણા, હંસાબેન મોદીનો જે વર્ડ છે ,તેમાં જ સેક્ટર 21 ,22 ની કામગીરી વિવેક પંડ્યા ને સોંપવામાં આવી છે, તેમનો નંબર 7359852505 હોય જે અનેક લોકોએ ફોન કરતા ફોન બંધ આવી રહ્યો છે, ત્યારે સેક્ટર 23, 29 ,30 માં જવાબદારી જેમને સોંપી છે, તે નિખિલ પરમાર ફોન ઉઠાવતા નથી, ત્યારે આ નંબર શું શોભાના ગાંઠિયા સમાન ફક્તને ફક્ત કામગીરી સારી દર્શાવવા જ જાહેર કરેલા છે ,ત્યારે નગરજનોને પપ્પુ ,પોપટ બનાવ્યા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે,
વધુમાં 1 થી 30 સેક્ટર દીઠ જે જવાબદારી નાખી, તો નવા સેક્ટરો એવા રાંધેજા ,પેથાપુર, વાવોલ, કોલવડા થી લઈને અને વોર્ડમાં જે ગ્રામ્ય વિસ્તાર એવા સરગાસણ, કુડાસણ, રાયસણ, રાંદેસણ ,ધોળાકુવા, પાલજ, ખોરજ, જેવા ગામો માટે ઇજનેર ની યાદી કેમ પ્રસિદ્ધ કરવામાં નથી આવી ? અત્યારે સૌથી મોટો પ્રશ્ન ગ્રામ્ય તથા નવા સેક્ટરોમાં રહેશો ત્રાહિમામ પોકારી ગયા છે, ઘણા જ લોકોએ ગ્રામ્ય વિસ્તારની હેલ્પલાઇન માટે પણ ફોનની ઘંટડીઓ રણકી હતી, ત્યારે તમામ નગરજનોમાં જે ફોન નંબરો જાહેર થયા છે, તેમાં ઘણા જ ઉપાડતા ન હોય અને એક ઇજનેરનો ફોન જ સ્વીચ ઓફ આવે છે, તો લોકોને પપ્પુ, પોપટ બનાવવા નાટક કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે,
Box
નવા સેક્ટરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ હેલ્પલાઇન કેમ નથી જાહેર કરવામાં આવી ? જવાબદારી ઇજનેરોની ભલે ફિક્સ કરીને નંબરો જાહેર કર્યા, પણ વાતોના વડા જેવો ઘાટ સર્જાયો છે, અનેક લોકોની ફરિયાદોના ફોન રિસીવ થતા નથી, નંબર માનવ મિત્ર માં જાહેર કર્યા બાદ અનેક નાગરિકોની ફરિયાદો આવી કે ફોન ઉપાડતા નથી,
પૂર્વ મેયર પ્રવીણ પટેલ દ્વારા પણ ફરિયાદ આવી કે ફોન વોર્ડ નંબર -૫ માં સેક્ટર -21, 22 ની જવાબદારી સોંપેલ તે વિવેક પંડ્યા નો ફોન સ્વીચ ઓફ આવે છે,