અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદએ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર યુ.એચ.વસાવાના માર્ગદર્શન આધારે અ.મ.સ.ઇ. અખ્તરહુસેન જલાલુદિનની ટીમ અમદાવાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે નરોડા પોલીસ સ્ટેશનમાં ધી ઇ.પે.કો. કલમ- 323, 294(ખ), 506(2), 114 તથા જી.પી.એક્ટ કલમ-135(1) મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી મોહિત રવિન્દ્રસિંગ બઘેલ રહે. ડી/૫૦૫, વ્રજગેલેક્ષી એપાર્ટમેન્ટ હંસપુરા, નરોડા બિઝનેશહબની પાછળ, નરોડાને તા.૧૪/૦૭/૨૦૨૩ ના કલાક ૧૩/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે નરોડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ
1) શ્રી યુ.એચ.વસાવા,પો.ઇન્સ.(માર્ગદર્શન)
2) મ.સ.ઇ. અખ્તરહુસેન જલાલુદીન
૩) અ.હે.કો, ગજેન્દ્રસિંહ ઇશરાસિંહ
4) અ.હે.કો. વિજયસિંહ રજૂજી
5) અ.હે.કો. જયેન્દ્રસિંહ વિરભદ્રસિંહ (બાતમી)