ખેતી, ખેડૂત, ગામડુ બચાવવા સરકાર ભારે નુકસાની સામે પુરતુ વળતર ચુકવે તેવી કોંગ્રેસની માંગઃ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

Spread the love

રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

ઘણું જ અપૂરતુ જાહેર કરેલ રાહત પેકેજમાં અનેક જીલ્લા – તાલુકાના નાના વેપારી, રોજનું કમાનાર, મોટા પ્રમાણમાં ખેડૂતો, માછીમારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી : ગોહિલ

અમદાવાદ

વાવાઝોડાના કારણે નુકસાની સામે જાહેર થયેલ પેકેજ ઘણું અપૂરતું છે, ખરા અર્થમાં મોટા નુકસાનનો સાચો સર્વે જરૂરી છે. તમામ નાના લોકો કે જે રોજનું કમાઈને પરિવારનું ગુજરાન કરે છે તેમનું સદંતર નુકસાન હોવા છતાં હજુ સુધી તેમને નક્કર સહાય કરવામાં આવી નથી ઘણું જ અપૂરતુ જાહેર કરેલ રાહત પેકેજમાં અનેક જીલ્લા – તાલુકાના નાના વેપારી, રોજનું કમાનાર, મોટા પ્રમાણમાં ખેડૂતો, માછીમારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી ત્યારે ખેતી, ખેડૂત, ગામડુ બચાવવા રાજ્ય સરકાર ભારે નુકસાની સામે પુરતુ વળતર ચુકવે તેવી માંગ કરતા રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, બિપોરઝોય વાવાઝોડામાં થયેલ નુકસાન, અસરગ્રસ્તોની વ્યથા સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ વિવિધ જીલ્લાઓની રૂબરૂ મુલાકાત બાદ લઈને જાત માહિતી લીધી હતી. ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠામાં મુલાકાત કરી, સ્થળ પર પરિસ્થિતિ એવી છે કે સરકાર પાકની નુકસાની પૂછે છે પાક બાજુમાં રહ્યો પણ ખેતર, પશુના સ્થળો, રહેવાની જગ્યા, બોર, વસાહત, તબેલાની જગ્યાએ કશું જ રહ્યું નહિ, મોટા ખાડા થઈને આખું વહેણ બની ગયું છે, જમીન ૮ ફૂટ કરતા પણ વધુ નીચે બેસી ગઈ છે. પશુ માટે સહાય નહિ, મકાન માટે સહાય નહિ, હજારો એકર જમીન ધોવાણનું સર્વે કરાયો નહિ, ૩૦૦ દુકાનોમાં ૨૫ થી ૩૦ લાખનું નુકસાન, લારી, ગલ્લા, રેકડી, ઘરવખરી તણાઈ ગયું તેમ છતાં આજદિન સુધી અસરગ્રસ્તોને રાહત અંગે સરકારે કોઈ નક્કર જાહેરાત કરી નથી. ખેતરોમાં મકાનોના છાપરા ઉડ્યા તેને કોઈજ વળતર નહિ, સેટેલાઈટ થી વહેણ અને રેતી દેખાય તો જ જમીન માપણી કરતા હોવાનું અધિકારીઓ કહે છે. તમામ નાના લોકો કે જે રોજનું કમાઈને પરિવારનું ગુજરાન કરે છે તેમનું સદંતર નુકસાન હોવા છતાં હજુ સુધી તેમને નક્કર સહાય કરવામાં આવી નથી.કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ દ્વારા જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર સહિતના દરિયાઈ કાંઠાના જીલ્લાની પણ મુલાકાત લીધી હતી. દરિયાઈ વિસ્તારમાં જે બોટ હોય તેમાં ખૂબ મોટું નુક્સાન થયું, માછીમારોની બોટમાં એક લાખથી ૫ લાખનું નુકસાન થયું, નાની બોટમાં ૫૦ હજારથી ૧.૫ લાખ નુકસાન થયું, માછીમારોની નેટ પણ તણાઈ ગઈ તેમાં પણ નુકસાન થયું, દરિયાઈ કાંઠે માછીમારોની બોટોને મોટુ નુકસાન, એન્જીન વગરની સાદી બોટોને પણ નુકસાન, ૨૦ થી ૨૫ દિવસથી માછીમારી વિના જીવન પસાર કરવુ આમ કુલ મળીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ભાજપ સરકારે માછીમારોને સહાય પેકેજથી સંપૂર્ણ વંચિત રાખ્યા છે. સૌરાષ્ટ્રના અનેક જીલ્લામાં મોટી નુકસાની છતાં રાહત પેકેજમાં કોઈ જાહેરાત નથી. વાવાઝોડાને લીધે ખાસ કરીને ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારો બેઘર થયા છે તેમની ઘરવખરી નાશ પામી છે. માછીમારોને થયેલ નુકસાન માટે પુરતું વળતર ચૂકવવા આવે તેવી કોંગેસ પક્ષ માંગ કરે છે. તમામ પાક નાશ પામ્યો, ખેડૂતોની માંગણીનો યોગ્ય સર્વે કરવાંમાં નથી આવ્યો, સરકારે જાહેરાત કરી પણ અધિકારીઓ અને સર્વેની ટીમ સ્થળ ઉપર સર્વે કરી રહી નથી. કેન્દ્ર સરકારે તાત્કાલીક પણે જે સહાય ચુકવવી જોઈએ તે ચુકવવામાં ગુજરાતને સંપૂર્ણ અન્યાય કરી રહી છે. વાવાઝોડામાં નુકસાન થયેલા તમામને પૂરતું વળતર ચૂકવવા આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com