અમદાવાદ
એન.એસ.યુ.આઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકી એક યાદીમાં જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં ખૂબ જ ગંભીર કહી શકાય તેવું B.SC નર્સિંગનું કૌભાડ સામે આવ્યું છે. જેમાં ચાર દિવસ વીતી ગયા હોવા છતાં યુનિવર્સિટી તંત્ર અને કુલપતિ દ્વારા ભાજપના ઇશારે આ સમગ્ર કૌંભાડને દબાવી દેવા અને ભીનું સંકેલવા માટેના પ્રયત્નો થઇ રહ્યા છે. તેના વિરોધમાં આજે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા આંખ પર કાળી પટ્ટી બાંધી અને ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ ઓફિસની બહાર ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આંખે કાળી પટ્ટી બાંધીને એટલે વિરોધ કરવામાં આવ્યો કારણકે આ સમગ્ર કૌંભાડમાં ક્યાંક યુનિવર્સિટીના મોટા સત્તાધિશો અથવા ભાજપના કોઇ આગેવાનની સંડોવણી હોય એવું લાગી રહ્યું છે ! જેથી કુલપતિએ પણ આંખે કાળી પટ્ટી બાંધી લીધી હોય અને આ સમગ્ર કૌંભાડને દબાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે એનો વિરોધ છે. અમારી માંગણી છે કે આ સમગ્ર કૌંભાડમાં જે પણ કોઇ સંડોવાયેલું છે અને કડકમાં કડક સજા મળે જેથી ભવિષ્યમાં કોઇ આવું કૌંભાડ આચરી ન શકે તેવો દાખલો બેસાડવામાં આવે.