અમેરિકા જવાની ઘેલછામાં સાબરકાંઠાના પ્રાંતિજ જેવી ઘટના મહેસાણામાં પણ સામે આવી છે. જે રીતે પ્રાંતિજના વાઘપુરનો યુવક લાપતા થયો છે. તેવી જ રીતે મહેસાણાનો સુધીર પટેલ નામનો યુવક ગુમ થયો છે. મહેસાણાના હેડુવા નજીક હરિહર હોટલ ચલાવતા સુધીર સાથે છેતરપિંડી થઈ છે. 3 શખ્સોએ 75 લાખમાં સોદો નક્કી કરીને રૂપિયા 10 લાખ એડવાન્સમાં પડાવી લીધા. ત્યારબાદ સુધીરને અમેરિકા માટે રવાના તો કરાયો. પણ તે અમેરિકા પહોંચ્યો જ નથી. સુધીરને મુંબઈથી નેધરલેન્ડના એમસ્ટરડમ અને બાદમાં ડોમિનિકા લઈ જવાયો હતો અને ત્યાંથી સુધીરને અમેરિકા ન મોકલીને છેતરપિંડી કરાઈ છે. હાલ સુધીનો કોઈ અતો-પતો નથી. જેને લઈ સુધીર પટેલના ભાઈ સુનિલે આરોપી દિવ્યેશ પટેલ, મહેન્દ્ર પટેલ અને શૈલેષ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. બંને કેસમાં દિવ્યેશ પટેલ અને મહેન્દ્ર પટેલ નામના એજન્ટોની સંડોવણી ખુલી છે. જેમાં દિવ્યેશ પટેલ પકડાઈ ચૂક્યો છે અને મહેન્દ્ર પટેલ હજુ ફરાર છે.