આરોપી ઘનશ્યામ ઉર્ફે ગાંડીયો ઉર્ફે લાલો મનુભાઇ વાણંદ
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. વી.ડી.ડોડીયા, અ.હેડ.કોન્સ. ચંન્દ્રસિંહ લાખુભા તથા અ.પો.કોન્સ. રોનકસિંહ સુરેશભાઇ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી ઘનશ્યામ ઉર્ફે ગાંડીયો ઉર્ફે લાલો મનુભાઇ વાણંદ, ઉ.વ.૩૬, ધંધો-નોકરી, રહે. સુરેશભાઇ ઠાકોરના મકાન પાસે, ભાથીજી મંદિરનો ટેકરો, દશામાના મંદિર પાછળ, નિકોલ, અમદાવાદ શહેરને અમદાવાદ, ઓઢવ, મનમોહન ચાર રસ્તા, જય ભવાની ગેરેજ પાસેથી તા.૧૫/૦૭/૨૦૨૩ ના રોજ ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી હિરો પેશન એક્સ પ્રો મોટર સાયકલ નં.GJ-27-AR-4198, ચેસિસ નંબર MBLJA12ACFGH06114 તથા એન્જીન નંબર JA12ABFGH08823 કિંમત રૂ.૧૭,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. આરોપીને સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.આરોપીએ ગઇ તા.૦૪/૦૭/૨૦૧૩ ના રોજ બપોરના ઓઢવ જીવન જ્યોત સોસાયટી પાસેથી ઉપરોક્ત મોટર સાયકલમાં ચાવી લગાવેલ હોવાથી તે મોટર સાયકલ ચાલુ કરી ચોરી કરી લીધેલ હતું. જે મોટર સાયકલ લઇ આરોપી તેના ઘરે જતો રહેલ હતો. આ મોટર સાયકલનો ઉપયોગ આરોપી કરતો હતો. આ ચોરી કરેલ સદર મોટર સાયકલની ચાવી ખોવાઇ ગયેલ હોવાથી મોટર સાયકલની નવી ચાવી બનાવવા માટે આરોપી આ મોટર સાયકલ દોરવી (ખેચી) લઇને મનમોહન ચાર રસ્તા થઇ નિકોલ તરફ જવા નિકળેલ હોવાનું જણાવેલ.આરોપીને ઓઢવ પો.સ્ટેશન પાર્ટ ‘એ’માં ઇપીકો કલમ ૩૭૯ મુજબના વાહન ચોરીના ગુનાના કામે સોપવામાં આવેલ છે.