ભારત દેશમાં પત્ની પીડિતોની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે દિલ્હીથી લઈને ગુજરાતમાં પણ આવી સંસ્થા ચાલી રહી છે, જે પુરુષોને ન્યાય અપાવવા કોર્ટ, કચેરી, પોલીસ સ્ટેશનથી લઈને અનેક જગ્યાએ સહયોગ સાથે સાચી વાત રજૂ કરે છે, ત્યારે અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘના પ્રમુખ એવા દશરથ દેવડા દ્વારા મેમ્બર ઓફ સેક્રેટરી દિલ્હીને લેખિતમાં પત્ર પાઠવીને હમારી ભી સુને, સમાન નાગરિક સહીતા દ્વારા જે મહિલાઓ માટે 60 થી વધારે કાનૂન છે ,જેમાં ડાયરી પ્રોહિબિશન એક્ટ -1961, ઘરેલુ હિંસા ૨૦૦૫,હિન્દુ મેરેજ એકટની કલમ-24, જાતીય સંતામણી-2013, આઇ.પી.સી-498 (A) તથા સીઆરપીસી 125 (ખાધા-ખોરાકી) તેમ અનેક કાયદાઓ છે ,પણ 07/10/2016 થી 31/08/2018 સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા આમ જનતા અને સમાન નાગરિક સંહિતાના વિષય પર રાય અને સુજાવ પણ મંગાવવામાં આવ્યા છે.
અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ દ્વારા સુજાવ આપીને સંવિધાનનો આર્ટીકલ-14 કાયદા મુજબ તમામને સમાનતા, આર્ટીકલ 15 તેમાં ધર્મ ,જાતિય, જન્મસ્થાન ભેદભાવને મનાઈ છે. તો ફરી ipc 498 (A) સ્ત્રી અને પુરૂષ યાની પતિ અને પત્નીમાં ભેદભાવ કેમ? જેથી આઈ.પી.સી 498 ( A) માં સંશોધન કરવાની દશરથ દેવડાએ સુજાવ રજૂ કર્યો છે.સમાન નાગરિકતા સંહિત ઝડપથી જનહિતમાં પતિ પત્નીના કાયદામાં સંશોધન કરવા પત્ર પાઠવ્યો છે.
બોક્સ :-
અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધ સંઘના પ્રમુખ દશરથ દેવડા 30 વર્ષથી વધુ સમયથી પત્ની પીડીતો માટે લડી રહ્યા છે, આજે 70 હજારથી વધુ લોકો તેમની સાથે પીડીતો જોડાયા છે, ગુજરાત નહિ પણ ભારતના અન્ય રાજ્યોમાં પણ પીડીતની સમસ્યાને વાચા આપવા પોતે અન્ય રાજ્યોમાં પણ પ્રવાસ કરે છે ત્યારે તેમનો મુખ્ય હેતુ પુરુષ અને સ્ત્રીના કાયદામાં ભેદભાવ કેમ? સમાનતા કેમ નહીં?