રાજ્યમાં આંખોના રોગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે GJ-18 સિવિલ તથા પ્રાઇવેટ દવાખાનાઓમાં પણ આ રોગ ધીરે ધીરે પ્રસરી રહયો છે, ગ્રામ્ય વિસ્તારો તથા હવે Gj- 18 શહેરમાં ધીરે ધીરે તૂટક તૂટક દર્દીઓને આંખો આવવી અને આંખો લાલ થઈ જવી જેવા રોગો શરૂ થઈ ગયા છે ,આંખોમાં જોવા મળેલો અગાઉ વર્ષો પહેલા અખિયો સે ગોલી મારે ,તેવા ચેપી રોગે ફરી દેખા દીધી છે, ત્યારે સુરત ,અમદાવાદ ,ભાવનગર, રાજકોટ બાદ હવે GJ- 18 શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આ રોગ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે અમદાવાદમાં 105 થી વધારે દર્દીઓ હાલ નોંધાયા છે ,હવે આ રોગે ભારે કરી છે, આવનારા દિવસોમાં કોરોનાથી વધારે આ રોગ ફેલાય તો નવાઈ નહીં,
આંખના ટીપા નું માર્કેટ વધી જાય તો નવાઈ નહીં, ત્યારે હવે આંખોમાં નાખવાના પોપટા પણ મોંઘા થાય તેવી શક્યતા છે ,અનેક પોપટીયાઓને આંખ આવવાથી પોપટ્ટી પણ બજારમાં હાલ દવાની દુકાનોના વેપારીઓ સ્ટોક કરી રહ્યા છે, ત્યારે હાલ પોપડાની માંગ વધી છે.