ગુજરાતનું કહેવતું GJ-18 ખાતે અનેક વિકાસશીલ કામો થયા, પણ જે કામો વર્ષો પહેલા થયા હતા, તેને ઊંધી લાગી ગઈ હોય તેમ કરોડો રૂપિયાની મોકાની જગ્યાએ રહીશો માટે જે દવાખાના બનાવવામાં આવ્યા હતા ,તે ખંડેર બની ગયા હતા, ત્યારે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, તેમ કચરામાંથી કંચન કરવા ભાજપના બે નગર સેવકો એવા ડૉ. સંકેત પંચાસરા તથા રાજુ પટેલ દ્વારા સેક્ટર 3 નું દવાખાનું જે બંધ હાલતમાં હતું ,તે ચાલુ કરવા અગાઉ વસાહત મંડળોએ પણ રજૂઆત કરી હતી, પણ પીપૂડી વાગતી ન હતી, ત્યારે ડૉ. સંકેત પંચાસરા અને રાજુ પટેલની પીપૂડી નહીં પણ પીપુડો વગાડીને ફરીવાર સેક્ટર 3 નું દવાખાનું રીપેરીંગ કરીને શરૂ કરવા તડામાર તૈયારી આરંભી છે.
વધુમાં હવે સેક્ટર 3 ના રહીશોને હેલ્થ સેન્ટર, ફિઝિયોથેરાપી સીટર, પેથોલોજી લેબોરેટરી નો લાભ પણ મળશે, ત્યારે ઘણા સમયથી આતુરતાનો અંત આવશે…
બોક્સ :-
સરકાર તથા મનપાના સહયોગથી ખંડેર દવાખાનાને ફરી શરૂ કરવા ચક્રો ગતિમાન બાદ પંચાસરાએ પણ દવાખાનું શરૂ થવાનું સંકેત આપી દીધો છે, દવાખાનું ફરી શરૂ થવાના સમાચાર બાદ નગરજનોમાં રાજુ બન ગયા જેન્ટલમેનની ચર્ચા પણ જગાવી છે.