ગુજરાત કિસાન કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસની માંગ છે કે જમીન માપણીમાં ભૂલ સુધારણા અરજીના આધારે સુધારો શક્ય નથી એટલે જે 12000 જેટલા ગામોમાં પ્રમોલગેસન થયું છે તે તમામ ગામોમાં જમીન માપણી રદ્દ કરવાનો હુકમ કરવામાં આવે, સરકારી સર્વેયરો દ્વારા તેને ફરીથી માપણી કરવામાં આવે.
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કિસાન સેલના ચેરમેન પાલ આંબલીયા એ જણાવ્યું હતું કે ગુજરાતના કોઈપણ જિલ્લાને સારી કામગીરીના એવોર્ડ મળે તે આવકારદાયક પણ, ખેડૂતોની જમીન લૂંટાઈ, ખેડૂતોને અન્યાય કરનારી સરકારને મળેલ. આ એવોર્ડ ખેડૂતોને ઘાવ ઉપર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. 4 કેબિનેટ મંત્રીઓની કમીટી દ્વારા આ અહેવાલ મંગાવ્યો હતો. અહેવાલમાં આકૃતિ નકશા ફેરફાર 100% , કબજા અવલધોમ 49.72%, 37 પથ્થર સામે જર્જરિત હાલતમાં 1 જ પથ્થર મળી આવ્યો. અહેવાલ મુજબ જે ગામને માપતા 24 દિવસ લાગે એને કંપનીએ એક જ દિવસમાં માપી દીધું . અહેવાલ મુજબ 5% થી વધારે ક્ષેત્રફળ ફેરફાર વાળા413 સર્વે નંબર, દબાણ રજીસ્ટરમાં ફેરફાર 62%, ટોપોલોજિકલ ફીચર ગામમાં 1267 બતવવા જોઈતા હતા ત્યાં માત્ર 22 જ બતાવ્યા. જમીન માપણીનો દૂધ નું દૂધ અને પાણીનું પાણી કરતા અહેવાલ ને સરકાર 2018 થી શા માટે દબાવી રાખ્યો ? વર્ષ 2010-11 થી ગુજરાતમાં જમીનના રેકર્ડ મોર્ડનાઈઝ કરવાના ઉદ્દેશથી જામનગર અને બનાસકાંઠા ને પાઇલોટ પ્રોજેક્ટ થી શરૂઆત કરી ગુજરાતના 18047 ગામોના 1 કરોડ 25 લાખ સર્વે નંબરની જમીન માપણી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આ કામગીરી ભાજપના મળતીયાઓની અલગ અલગ 8 કંપનીઓને કામગીરી સોંપવામાં આવી હતી આ કંપનીઓએ ભાજપના મળતીયાઓના ઈશારે ગુજરાતના ગામડાઓમાં સરકારી ખરાબાઓ અને ગૌચર ભાજપના આગેવાનો, મળતીયાઓને નામે કરવાની એક્યુરેસી કામગીરી કરવા સિવાય ખેડૂતોના ખેતરના આકૃતિ, નક્શા, અને ખેતરોને ઉપાડી ને 2 – 5 કિલોમીટર દૂર બેસાડવા જેવી કામગીરી કરી ખેડૂતોમાં અંદરોઅંદર વેરઝેર ઉભું થાય એવી કામગીરી કરી હતી
ગુજરાત કિસાન કોંગ્રેસ 2016-17 થી સતત આ ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી સામે લડી રહ્યું છે કિસાન કોંગ્રેસની સતત લડતના ભાગરૂપે રાજ્ય સરકારે 2018 માં જમીન માપણી કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય કરવો પડ્યો હતો જ્યારે આ નિર્ણય થયો ત્યારે ગુજરાતના 12000 ગામોની માપણી અને તેને માન્યતા એટલે કે પ્રમોલગેસન થઈ ગયા હતા તેને રદ્દ કરવાની કિસાન કોંગ્રેસની સતત માંગ છે ત્યારે રાજ્ય સરકારે 4 કેબિનેટ કક્ષાના મંત્રીઓની સમિતિ બનાવી રાજ્યના તમામ SLR, DILR, સેટલમેન્ટ કમિશ્નર સહિતની બેઠક બોલાવી 2 ગામોની માપણી સરકારી સર્વેયરો દ્વાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ કમિટીના પ્રમુખ નાયબ મુખ્યમંત્રી નિતીન ભાઈ પટેલે ત્યારે કહ્યું હતું કે “” આ રિપોર્ટ આવશે એટલે જમીન માપણીમાં સાચું શું છે તેનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે””આ સમિતિએ આદેશ કર્યો હતો એ મુજબ જામનગર અને દ્વારકા જિલ્લાના 2 ગામો પસંદ કરી તેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો આ અહેવાલ મુજબ અહેવાલમાં આકૃતિ અને નકશા 100% ભૂલો સામે આવી, કબજા અવલધોમ એટલે કે એક ખેડૂતનું ખેતર બીજા ખેડૂતના નામે ચડી જવાની 49.72% ભૂલ સામે આવી, જેનો રેફરન્સ લઈ માપણી કરવાની હતી તેવા પીપર ગામમાં 37 પથ્થર ખોડવાના હતા તેને GPS કોર્ડિંનેટ આપવાના હતા આવ 37 પથ્થર સામે જર્જરિત હાલતમાં 1 જ પથ્થર મળી આવ્યો, આ અહેવાલ મુજબ જે ગામને માપતા 24 દિવસ લાગે એને ખાનગી કંપનીએ એક જ દિવસમાં માપી દીધું હતું, સરકાર અને કંપની વચ્ચે થયેલા કરાર મુજબ 15 સેમી. વધારે ભૂલ ચલાવવાની નહોતી તેની સામે આ અહેવાલ મુજબ 5% થી વધારે ક્ષેત્રફળ ફેરફાર વાળા 413 સર્વે નંબર સામે આવ્યા હતા જે ગંભીર પ્રકારની ભૂલ હતી, આ અહેવાલ મુજબ સરકારી ખરબાઓમાં દબાણમાં 62% ભૂલ સામે આવી હતી, અહેવાલ મુજબ ખેતરમાં આવેલા અલગ ટોપોલોજિકલ ફીચર ગામમાં 1267 બતવવા જોઈતા હતા ત્યાં માપણી કરતી ખાનગી કંપનીએ માત્ર 22 જ બતાવ્યા હતા
આમ સરકારે પોતે કરેલી માપણી અને તેના રિપોર્ટે જમીન માપણીમાં કેટલી એક્યુરેસી સાથે કામ થયું તેનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું હતું. ગુજરાત પ્રદેશ કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલીયા અને વાઈસ ચેરમેન ગીરધરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, 2018 માં આ અહેવાલ તૈયાર થયા પછી રાજ્ય સરકારમાં જામનગર જિલ્લાના SLR દ્વારા મોકલવામાં આવ્યા પછી આ અહેવાલને સતત દબાવવામાં આવતો હતો નાની બાબતમાં પણ પ્રેસ મીડિયાને બોલાવી વાર્તા કરતી સરકારે આ બાબતે એકપણ પ્રેસ કોંફર્ન્સ શા માટે ન કરી ??? આ અહેવાલ શા માટે જાહેર ન કર્યો ??? ગઈકાલે આ 100% ભૂલ ભરેલી જમીન માપણીની કામગીરીને 100% એક્યુરેસી વાળી કામગીરી છે તેવું જાહેર કરી મહામાહિમ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે “ભૂમિ સન્માન” એવોર્ડ આપવામાં આવ્યો અને આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે જામનગર DILR એ જ ભૂતકાળમાં સરકારને ઉપરોક્ત 100% ખામી વાળી કામગીરી છે તેનો અહેવાલ મોકલ્યો હતો અને એજ DILR રાષ્ટ્રપતિના હસ્તે 100% એક્યુરેસી કામગીરીનો બેસ્ટ એવોર્ડ લેવા જાય આનાથી મોટી શરમજનક બાબત કઈ હોઈ શકે ???ગુજરાત કિસાન કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસની માંગ છે કે જમીન માપણીમાં ભૂલ સુધારણા અરજીના આધારે સુધારો શક્ય નથી એટલે જે 12000 જેટલા ગામોમાં પ્રમોલગેસન થયું છે તે તમામ ગામોમાં જમીન માપણી રદ્દ કરવાનો હુકમ કરવામાં આવે, સરકારી સર્વેયરો દ્વારા તેને ફરીથી માપણી કરવામાં આવે.