જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ્દ કરી, TET, TAT ઉમેદવારોની કાયમી ભરતી કરવા અને ગ્રાન્ટીનેટ લો કોલેજમાં પ્રવેશ આપવા ABVPની માંગ  

Spread the love

 

અમદાવાદ કલેકટર હાજર નહિ હોવાથી અધિક કલેકટર સુધીર પટેલનાં માધ્યમથી મુખ્યમંત્રીને આવેદન પત્ર એબીવીપી દ્વારા આપવામાં આવ્યું

અમદાવાદ

કર્ણાવતી મહાનગર મંત્રી ઉમંગ મોજીદ્રા એ જણાવ્યું હતું કે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ થી વિધાર્થીઓના અને સમાજના હિત માટે કામ કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે.સરકાર દ્વારા હાલમાં જે ઠરાવ કરેલ છે તે ઠરાવ સંદર્ભે ક્રમાાંક: પી આર આઇ-૧૧૨૦૨૩-તપ્રશીની-૧૪૭-૬ સચિવાલય, ગાંધીનગર તા ૧૦/૦૭/૨૦૨૩ ઠરાવ ક્રમાંકઃ બમસ- ૧૦૧૪-૧૪૦-ગ (પા.ફા.) સચિવાલય ગાંધીનગર તા-૧૦/૦૭/૨૦૨૩ ના ઠરાવ મુજબ જે TET-1-2, TAT-1 પાસ ઉમેદવારની ભરતી જ્ઞાન સહાયક 11 માસના કરાર આધારિત કરવાં જઇ રહ્યું છે. એ આપણા રાજ્યના શિક્ષણ પર ખૂબ જ માઠી અસર થઇ રહી છે. ઠરાવમા જણાવ્યા મુજબ “જ્ઞાન સહાયક” ની ભરતી TET અને TAT પરીક્ષા આધારિત થવાની છે, તો જો કરાર આધારિત ભરતી નું આયોજન થઇ શકતું હોય તો કાયમી ભરતીનું આયોજન નું કેમ ન થાય? દરેક વિધાર્થીઓ માટે આ એક મહત્વનો પ્રશ્ન છે. સરકારને અમારી નમ્ર અરજ છે કે રાજ્યના તમામ વિધાર્થીઓ અને ઉમેદવારોના ભાવીની ચિંતા કરી રાજ્ય સરકારની પ્રાથમિક,ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા ઠરાવ રદ્દ કરી જૂની નિમણુંક પદ્ધતિ પ્રમાણે TET 1, 2 અને TAT 1, 2 માં પાસ થયેલ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને વહેલી માં વહેલી તકે ભરતી પ્રસિધ્ધ કરી કાયમી નિમણૂંક આપવામાં આવે એવી અખિલ ભારતીય વિધાર્થી પરિષદની માંગ છે.

ગુજરાતના ૮ ગ્રેન્ટીનેટ લૉ કોલેજ,સિદ્ધાર્થ લો કોલેજ, દોલતભાઈ ત્રિવેદી લો કોલેજ,સરકારી લો કોલેજ, k k શાસ્ત્રી, આઈ એમ નાણાવટી લો કોલેજ,સર એલ એ શાહ લો કોલેજ, મોતીલાલ નેહરુ લો કોલેજ, માણિક લાલ નાણાવટી લો કોલેજ ,વિવેકાનંદ કોલેજ ઓફ લોની પ્રવેશ પ્રક્રિયા રોકવાથી કેટલાક વિધાર્થીઓ પ્રેવશ થી વંચિત રહે છે ને કેટલીક મુશ્કેલી નો સામનો કરવો પડે છે ત્યારે ત્વરિત ધોરણે કોલેજને પ્રવેશ આપવા મંજુરી આપવામા આવે એવી અખિલ ભારતીય વિધાર્થી પરિષદની માંગ છે.

કર્ણાવતી મહાનગર મંત્રી ઉમંગ મોજીદ્રા

ઉમંગે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં લાંબા સમય સુધી શિક્ષકો ની ઘટ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નીતિવિષયક નિર્ણય લેવામાં આવે. ગુજરાત ની આઠ લો કોલેજોમાં વિદ્યાર્થિની સીટ ૩૦૦૦ થાય છે ૫૦ ટકા સ્ટાફનાં લીધે ગુજરાત હાઇકોર્ટનાં આદેશ અનુસાર બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનાં ૫૦ ટકા સીટની મંજુરી આપે તો ૧૫૦૦ સીટ જ રહેશે જેથી પ્રથમ વર્ષ એલએલબી માં 1500 વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરી શકશે જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહેશે, તેથી તેમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો તરફ વળવું પડશે. અને ગ્રાન્ટેડ ઈન કોલેજોના અસ્તિત્વ માટે પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થશે. જેથી એલએલબીના પ્રથમ વર્ષના એડમિશન અટકી ગયેલ છે. જેથી એડમિશન અને સ્ટાફની બાબતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, રાજ્ય સરકાર અને લો કોલેજો વચ્ચે સુખદ સમાધાન થાય જેથી લો કોલેજમાં જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો છે તે કરી શકે તેના માટે અમદાવાદ કલેકટર હાજર નહિ હોવાથી અધિક કલેકટર સુધીર પટેલનાં માધ્યમથી મુખ્યમંત્રીને આવેદન પત્ર એબીવીપી દ્વારા આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com