બાપાએ બનાવ્યો શીરો …હથોડા માર્યા તો પણ તુટ્યો નહી, કારીગર કોણ છે ? જાણો

Spread the love

તમે ઘરની અંદર શીરો તો ઘણી વખત ખાધો હશે. પરંતુ શીરો ખૂબ જ નરમ હોય છે. જેના કારણે તે મોટા મુકતા જ મોઢા માં ઓગળી જાય છે. સોશિયલ મીડિયાની અત્યારે એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો હતો. જેમાં શીરો એટલો બધો કડક બન્યો હતો કે તેને ઉખાડવા માટે લોખંડના હથોડા નો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો હતો. આ વાયરલ વીડિયો ઈન્ટરનેટ ઉપર આગની જેમ વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોને જોઈને લોકો પણ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા.


સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયો અંગે લોકો જાણવા આતુર હતા કે, આ વિડીયો ક્યાંનો છે અને, આ શીરો કોણે બનાવ્યો હતો અને કોના માટે બનાવવામાં આવ્યો હતો.??. કોના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા. થોડા સમય પહેલા આ વીડિયોમાં તમે જોઈ શકાય છે કે એક દાદા લોખંડની હથોડી અને છીણી મદદથી, મોટા વાસણમાં રહેલા શીરાને તોડી રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે ખરેખર આ વિડીયો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની અંદર આવેલા બેપાદર ગામનો છે. તમને જણાવી દઇએ કે આ ગામની અંદર ઉતરાયણના તહેવાર નિમિત્તે લોકો દર વર્ષે ભેગા થઈને મંદિરમાં શીરો બનાવવામાં આવે છે. આ વખતે પણ ગામના રહેવાસી બાવાભાઈ ચૌધરીએ ઘણા બધા લોકોની ભાગીદારી મેળવીને મંદિરની અંદર કારીગર પાસે શીરો બનાવ્યો હતો.
તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે, આ શીરો માણસો માટે બનાવવામાં આવ્યો નહોતો. પરંતુ આ શીરો ઉતરાયણ ના પાવન પર્વ નિમિત્તે, શ્વાન ને જમાડવા માટે બનાવવામાં આવ્યો હતો. રાત્રે શીરો બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને વહેલી સવારે સુધીમાં આ શીરો બનીને તૈયાર પણ થઇ ગયો હતો. આ શીરાને એક મોટા વાસણમાં કાઢવા ની તૈયારી કરવામાં આવી ત્યારે ત્યાં હાજર તમામ લોકો ચોંકી ગયા હતા.
તમને જણાવી દઈએ કે, જ્યારે આ શીરો બનતો હતો ત્યારે, શીરો બનાવટ ની અંદર થોડી ભૂલ રહી જતાં શીરો લોખંડ જેવો બની ગયો હતો. છીણી અને હથોડી ની મદદ થી તેના નાના ટુકડા કરવામાં આવ્યા હતા. જેનો વિડિયો આખા ગુજરાતની અંદર આગની જેમ વાયરલ થઈ ગયો હતો. આ વીડિયો જોઈને ઘણા બધા લોકો અલગ-અલગ રીતે કોમેન્ટ પણ કરી રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે, બાપોદર ગામના રહેવાસી બાવાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ બગડી ગયેલો શીરો ફેંકી દેવામાં આવ્યો હતો એટલું જ નહીં, કૂતરાઓ માટે ફરી એક વખત નવા શીરો બનાવીને તેને ખૂબ જ ભાવથી જમાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આ શીરાને બનાવતી વખતે તેમાં કંઈક ભૂલ થઈ ગઈ હતી. જેને કારણે આ શીરો ખૂબ જ કડક થઇ ગયો હતો.
બપોદર ગામ આમ તો જીવ દયા પ્રેમીઓ નું ગામ ગણવા માં આવે છે. પરંતુ આ ગામની અંદર વર્ષોથી, પાવન પર્વ નિમિત્તે ગામના શ્વાનો માટે શીરો બનાવવામાં આવે છે. એટલું જ નહીં ગામ વચ્ચે કબૂતરને પણ ચણ નાખવામાં આવે છે. જોકે આ વર્ષે શીરો બનાવતી વખતે થોડીક ભૂલ થતાં ઘટના બની હતી. પરંતુ ગામના દરેક લોકો વિચારે છે કે એવી તો કઈ ભૂલ થઈ ગઈ કે શીરો કડક બની ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com