ગુજરાતનું કહેવાતું GJ-18 અનેક વિકાસમાં આગળ વધી રહ્યું છે, ત્યારે સ્મશાન ગૃહમાં પણ થોડો વિકાસ જરૂરી છે ,હા, અનેક સગવડો કોરોનાની મહામારી બાદ થઈ છે, અને લાકડાનો જથ્થો રાખવા માટે એક ગોડાઉન પયૉપ્ત છે, પણ બીજું ગોડાઉન વરસાદમાં લાકડા પલળી જાય તે માટે જરૂરી છે, જેથી સમશાન ગૃહના સંચાલકે આ પ્રશ્ને મનપાને પણ રજૂઆત કરી છે ,પણ હજુ ઘણા સમયથી આ પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નથી, ત્યારે મેયર, ડે.મેયર, ચેરમેન શ્રી એક વાર સ્મશાનની મુલાકાત લો તે જરૂરી છે,
અંબાલાલ પટેલ રોજ આગાહી કરી રહ્યા છે, ત્યારે પલળતા વરસાદમાં જો લાકડા પલળી જાય તો અગ્નિ દાહમાં લાકડા જલ્દી ન સળગતા ,ત્યારે તકલીફનો સામનો કરવો પડે છે, ત્યારે આ પ્રશ્નને ગંભીરતાથી લેવામાં આવે તેવી લોક મૂકે માંગ ઉઠવા પામી છે.
બોક્સ :-
જીવનનો છેલ્લો પડાવ હોય તો તે સ્મશાન છે, કોઈને ત્યાં જવું ગમતું નથી, પણ સત્ય છે, ત્યારે સ્મશાનમાં આવો એટલે વૈરાગ્ય આવી જાય, બાકી ઘરે લોટો પાણીનો માથે નાખો એટલે બાષ્પીભવન થઈ જાય, ત્યારે સ્મશાનમાં બોડીને અગ્નિદાહ માટે લાકડા ભીના હોવાથી ઘણી તકલીફ પડતા ગોડાઉન તત્વરીત બનાવવું જરૂરી છે,