ગાંધીનગરના ભૂતપૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા ફરીથી 4 દિવસના રિમાન્ડ પર છે ત્યારે એસઆઈટીને લાંગાના સંબંધી પાસેથી સુટકેટ મળી છે, જેમાં 7.57 લાખની રોકડ, 3.55 લાખના દાગીના, બે આઇફોન, 2200 ડોલર મળી આવ્યા છે. લાંગા આબુમાં પાસપોર્ટ, ડોલર અને છ સિમ કાર્ડ સાથે રોકાયા હોવાથી વિદેશ ભાગી જવાની ફિરાકમાં હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.
એસઆઈટીને લાંગાના સંબંધી પાસેથી સુટકેટ મળી બેગમાંથી મળેલી લાંગાની પર્સનલ ડાયરી ઘણાં રહસ્યો ખોલી શકે છે. ડાયરીમાં લાંગાના વહીવટદારો અને હિસાબની માહિતી હોવાની શક્યતા છે. લાંગાની પૂછપરછમાં પોલીસને આબુના બંગલામાં સુટકેસ રખાઈ હોવાની માહિતી મળી હતી. જોકે બંગલાના માલિકે આ સુટકેસ અમદાવાદમાં લાંગાની પર્સનલ ઓફિસમાં મોકલી હોવાની જાણ કરતા પોલીસે સુટકેસ મગાવીને કબજે લીધી હતી. એસઆઈટી હાલ મળેલી ચીઠ્ઠીની તપાસ કરી રહી છે.
લાંગાની પર્સનલ ડાયરી ઘણાં રહસ્યો ખોલી શકે બીજી તરફ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા અને લાંગાના કાર્યકાળ દરમિયાન જમીન, એનએ, ગણોત જેવા મહત્ત્વના ટેબલ પર કામ કરી ચૂકેલા નાયબ મામલતદારોને પણ પોલીસ પૂછપરછ માટે બોલાવી રહી છે. કલેક્ટર કચેરીના 25 કર્મચારી શંકાના દાયરામાં છે.