અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે માહિતી આપતા જણાવ્યું હતું કે શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાં દર્દીની થાળીમાં મગની દાળમાં ગરોળી નીકળી આ ભોજન જમવાથી ત્રણ દર્દીઓને જાડા ઉલટી થવાથી હોસ્પિટલમાં મોટો વિવાદ થયો. આ ભોજન નો કોન્ટ્રાક્ટ એસવીપી હોસ્પિટલમાં એપોલો સિંદુરી નો ચાલી રહ્યો છે અને L G હોસ્પિટલ માં ૮૦૦ દર્દી ,શારદા બેન હોસ્પિટલમાં ૬૦૦ દર્દી ,નગરી હોસ્પિટલમાં ૧૦૦ દર્દીઓ એમ ત્રણ હોસ્પિટલોમાં આ સંસ્થા દ્વારા ભોજન મોકલવામાં આવી રહ્યું છે જે અંગે સંસ્થાને દર મહિને અંદાજિત 40 લાખ જેવી માતભર રકમ ચૂકવવામાં આવે છે છતાં આવી ગંભીર બેદરકારી દાખવવા બદલ મોટો દંડ કે આ સંસ્થાને સીલ કરવી જોઈએ કેમ કે એએમસી દ્વારા અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થમાં ગેરરીતિ બદલ હોટલ અને રેસ્ટોરન્ટોને મોટા દંડ ફટકારવામાં આવે છે તેમજ ઘણી જગ્યાએ સીલ પણ કરવામાં આવી રહ્યા છે તો આ સંસ્થા ને કેમ નહિ ? જે સંસ્થાએ ભોજનમાં ગંભીર ગેરરીતિ કરી છે તો આ સંસ્થા માટે તંત્ર દ્વારા નિયમ બદલી ને ફક્ત તેમના સેમ્પલ ના રિપોર્ટ પર આગામી સમયમાં પગલાં લેવાની વાત તદ્દન વાહિયાત છે. આ સંસ્થા પર કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવે છે કે કડકમાં કડક કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવો જોઈએ કે દર્દીઓના રક્ષણ માટે સીલ કરવી જોઈએ કે મોટામાં મોટી દંડની રકમ ભરાવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ગંભીર ગેરરીતી કરે નહીં એવી માંગણી કરવામા આવી છે.