અમદાવાદમાં બુધવારની ગોઝારી રાત ઇતિહાસમાં કાળમુખી બની છે.પૈસાદાર બાપના નબીરાએ પોતાની કારથી અકસ્માત નહીં પણ રીતસર 9 લોકોની હત્યા જ કરી હોય તેવી સ્થિતિ સર્જી દીધી હતી. અકસ્માતમાં સ્વજનોનો કલ્પાંત સાંભળતા સૌ કોઈનું હૃદય કંપી ઉઠ્યું હતું. બ્રિજ પર 200 મીટર સુધી લાશનો પથારો થઈ ગયો હતો.પોલીસે હાજર લોકોને કહેતા હતા કે આમાં કોઈ તમારૂ તો નથી ને ત્યારે એક પિતાને પોતાનો જુવાનજોધ દીકરો મૃત મળ્યો હતો અને પિતાના હૈયાફાટ રૂદનથી સૌ કોઈનું દૃદય દ્રવી ઉઠ્યું હતું.
અહીંયા મરનાર યુવાન હતા, જેમના ભવિષ્ય માટે માતા-પિતા આશા રાખીને બેઠા હતા. ત્યારે રૂપિયાવાળાના દીકરાએ તમામના પરિવારને મરસિયા ગાવા મજબૂર કરી દીધા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમના આંખોના આશુ સુકાશે નહીં.
અમદાવાદના બ્રિજ પર થાર ગાડીના અકસ્માત જોવા એકઠા થયેલા લોકો પર ( જગુઆર ) કારે 15થી વધુ લોકોને ઉડાવ્યા છે. થારના અકસ્માતમાં ટ્રાફિક પોલીસની ગાડી પહોંચી હતી. આ સમયે જગુઆર ગાડીએ પોલીસની ગાડીમાં રહેલા પોલીસકર્મીને પણ ઉડાવ્યા છે. જેમાં બે પોલીસ કર્મીનું સારવાર દરમિયાન મોત થયુ છે. પૂર પાટ ઝડપે આવતી કારે 200 મીટર સુધી લોકોને ફંગોળ્યા છે.
આ ગોઝારા અકસ્માતમાં મોતની ચિચિયારીઓ દૂરદૂર સુધી સંભળાઈ રહી હતી. અકસ્માતમાં મોટા ભાગે વિદ્યાર્થીઓનું મોત થયું છે. મૃત થયેલા વિદ્યાર્થીઓ બોટાદ અને ભાવનગર થી અમદાવાદ ભણવા માટે આવ્યા હતા. માતા-પિતાએ બાળકોને ભણવા મોકલ્યા અને આજે તેમનું મરેલું મોઢું જોવાનો વારો આવ્યો છે. અકસ્માત કરનાર જગુઆર ગાડી ચાલકને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.
પુરપાટે કાર ચલાવનાર કાર ચાલક તથ્ય પટેલની સાથે કારમાં બે યુવતી હોવાનું પણ સામે આવી રહ્યું છે. ગાડીમાંથી પર્સ મળી આવ્યું છે. મળતી માહિતી અનુસાર ગાડી ચાલક તથ્ય પટેલના પિતા પ્રગનેશ ગોતા દુષ્કર્મનો આરોપી છે. પિતા પ્રજ્ઞેશ પટેલ વર્ષ 2020માં રાજકોટ ની યુવતી પર ગેંગરેપ કેસનો આરોપી છે. પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો હતો.
મૃતક :-
નિરવ રામાનુજ ઉંમર-22 -ચાંદલોડિયા,
અમન કચ્છી ઉંમર 25 – સુરેન્દ્રનગર
કૃણાલ કોડિયા ઉંમર 23 વર્ષ – બોટાદ રહેવાસી,થલતેજ પીજીમાં રહે છે.
રોનક રાજેશભાઇ વિહલપરા ઉંમર 23 – બોટાદ રહેવાસી અને થલતેજ પીજીમાં રહે છે.
અરમાન અનિલ વઢવાનિયાં -ઉંમર 21 સુરેન્દ્રનગર
અક્ષર ચાવડા – ઉંમર 21 બોટાદ ,સાગર વન ફ્લેટ વસ્ત્રાપુર પીજી માં રહે છે. આજે કોલેજ એડીમિશન કરવા આવ્યો હતો..
ધર્મેન્દ્રસિંહ -40 વર્ષીય ઉંમર ટ્રાફિક SG2 પોલીસ સ્ટેશન,પોલીસકર્મી
નિલેશ ખટિક ઉંમર 38 વર્ષીય, જીવરાજ પાર્ક હોમગાર્ડ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ