ગુજરાતનું કહેવાતું GJ-18 મનપા દ્વારા સે -30 સ્મશાન ગૃહ ની પાછળ ઢોરો માટે ઢોરનો ડબ્બો કહો કે મીની પાંજરાપોળ એવું કતલખાનું તો નવાઈ નહીં, ત્યારે ઢોરોના ડબ્બાથી લઈને કુતરા રસીકરણ માં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ બહાર આવ્યું છે, ત્યારે ઢોરો છોડવામાં એક ઢોર પાછળ 2000 ની કટકી રંગા, બિલ્લા લઈ રહ્યા છે, ત્યારે રંગા બિલ્લાને કોઈ મુલાકાત કામ માટે માંગે તો જણાવે કે ટાઈમ નથી ,અઠવાડિયા પછી આવજો ,ત્યારે આવો જવાબ કમિશનર કે પછી ડેપ્યુટી કમિશનર પણ નથી આપતા, ત્યારે તોડબાજીથી લઈને ગાયોને કતલખાના સુધીની સફર તપાસ કરવામાં આવે તો ઘણા જ મોટા ઘટસ્ફોટ થાય તેમ છે.
મનપાનો ઢોરવાડો કે કતલખાનું ? ત્યારે હમણાં સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ ઢોરવાડાની મુલાકાત રાજ્યપાલે પણ લીધી હોવાનું અને 500ની કેપીસીટી સામે 1500 ઢોરો તથા તેમાં મરેલા ઢોર પણ પડ્યા હોવાનું ખુલ્યું હોવાની ચર્ચા છે.ત્યારે સત્તાધીશો આ પ્રશ્ને ગંભીરતાથી લે તે જરૂરી છે, ગાયો ,ભેંસો થી લઈને જે પકડાય તેમાં ત્રણ દિવસમાં મોટાભાગના ઢોરો બીમાર પડી જાય છે અને એ મરી પણ જાય છે ,ત્યારે એ પુષ્કળ પડેલા ઢોરો બાદ હિસાબ કિતાબ કરવામાં આવે તો જે ઢોરો છોડાવી ગયા અને કેટલા છૂટ્યા દંડ ભરીને તથા પાંજરાપોળમાં કેટલા ઢોરો મોકલ્યા, અને ગાયો, ભેંસો કેટલી મૃત્યુ પામી તે ચકાસણી કરવામાં આવે તો ચોકાવનારો આંકડો મળશે, તેમાં બે મત નથી, ત્યારે દંડ ભરવા જાય ત્યારે ભેંસને પાડા પાડી બતાવીને નાણાંની પહોંચ જે આપી છે ,જે રકમ પાડા ,પાડી લખી છે ,તે છ મહિનાથી ધાવતી હોય તો રકમ બરાબર છે, પણ 1 વર્ષ ,2 વર્ષથી લઈને ત્રણ વર્ષ તથા બે ભેસ પણ છે, ત્યારે ભ્રષ્ટાચારની ત્રિકડમ બાજીમાં ભેંસને ટેગ પણ લગાવવામાં આવ્યા છે , ટેગ મુજબ જોવા માં આવે તો ભેંસને પાડી, પાડો ગણીને સરકારી તિજોરીને નુકસાન નહીં પણ ટેબલ નીચેનું સેટિંગ ડોટ કોમ હોવાનું પણ ચર્ચા રહ્યું છે, ત્યારે આ બે રંગા, બીલાના કારણે ઢોરવાડોથી લઈને બગીચા નો (બાગાયત) આજે પણ આપવામાં આવ્યો છે ત્યારે વેટરનરી તરીકે ફરજ બજાવતા રંગા, બિ લ્લાને મળવું હોય તો અઠવાડિયા પછી આવજો ,ટાઈમ નથી તેવું સ્પષ્ટ જણાવે અને ઢોરવાડે મુલાકાત લેવી હોય તો કમિશનરની મંજૂરી લઈને આવો ,ત્યારે કમિશનર પોતે પણ મુલાકાતિઓને અઠવાડિયામાં બે દિવસ મુલાકાત આપે છે, કોમન મેન કમિશનર કરતાં પણ આ બે વેટનરી રંગા ,બિલ્લા નો હોદ્દો મોટો છે? તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સૌથી વધારે ઢોરવાડામાં ગાયો મરી રહી હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે આ બે રંગા, બિલ્લા ઉપર તપાસ ક્યારે ?
શહેરમાં શ્વાનો ને રસીકરણની વાતો થાય છે, પણ શ્વાનોની સંખ્યા સતત Gj- 18 ખાતે વધી છે, બાકી નામ બડે દર્શન ખોટે જેવો ઘાટ છે, ભેંસો થી લઈને ગાયો, વાછરડી છોડાવવામાં મોટું સેટિંગ ડોટ કોમ ચાલી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે, અગાઉ પણ આ સંદર્ભે આ બે રંગા, બિલ્લાની ફરિયાદો મળવા પામેલ છે ,ત્યારે અનેક પુરાવાઓ પણ હવે બને રંગા, બિલ્લાને પક્કડ દાવ માટે મજબૂત હાથ લાગ્યા છે, ત્યારે ટેઞ મુજબ ઘટાડો કરવાનું સેટિંગ ડોટ કોમ રંગા, બીલ્લા પાસેથી શીખવા જેવું છે,
બોક્સ :-
રાજ્યપાલે પણ ઢોરવાડાનો અહેવાલ મંગાવ્યો હોવાની ચર્ચા, 500ની કેપેસિટી સામે 1500 ઢોરો પુર્યા હોવાની ચર્ચા, ઢોરવાડો કે કતલખાનુ? રોજબરોજ પાંચ થી સાત ગયો મૃત્યુ પામે છે, ગંદકી, બીમારીનો ઢોરવાડો પણ કહી શકાય ,એકવાર મુલાકાત લો, અચાનક તો મેયર, ચેરમેન ,ડેપ્યુટી મેયર ખબર પડે, બાકી રંગા,બિલાએ ભારે કરી છે. શહેરમાં રસીકરણ ની વાતો અને શ્વાનો ની સંખ્યા સતત વધી રહી છે, રસીકરણ ફેલ જેવો ઘાટ
ભેસને વાછરડી બનાવીને મામૂલી દંડ ભરાયો તો સરકારની તિજોરી ને ધબ્બો કે પછી ઉપરના નાણાં નીચેથી ,ઘણા સમયથી આ તરકટ ચાલી રહ્યું છે.
બે મહિનાના ગાળામાં જેટલા ઢોરો છૂટયા તેની તપાસ કરવામાં આવે તો તિજોરી ને ધબ્બો અથવા રંગા,બિલા માલામાલ, બાકી પાંજરાપોળ મોકલી દીધા તે ભ્રષ્ટાચાર પણ ટૂંક દિવસોમાં વાંચતા રહો
બોક્સ :-
પાડા, પાડી કે પછી ભેંસ, તમામ ફોટો અને પુરાવા સાથે સોમવાર અથવા મંગળવારે રંગા,બિલ્લાનો ધડાકો,
બોક્સ :-
માનવ મિત્ર
હજુ પિક્ચર બાકી છે, બીજો એપિસોડ વાંચો,