તસવીરમાં જે બાળક દેખાય રહ્યું છે, સ્કેટિંગ કરતું તે કોઈ મોટો બંગલામાં રહેતું અને વિશાળ જગ્યામાં રમતું એવું નથી ,બાકી જગ્યા જોતા અમીરોની જગ્યામાં બાળક રમતું હોય તેવું લાગે, પણ આ બાળક સેક્ટર 30 ના સ્મશાનમાં રમતું અને સ્કેટિંગ કરતું જોવા મળે છે, સ્મશાને ક્યારે જવાનું હોય? આ પ્રશ્ન વેધક છે, અને કહેવાય છે કે છેલ્લો વિસામો,ત્યારે બાળક પરિવાર સાથે રહે છે અને સ્મશાન જ તેનું ઘર છે, ત્યારે આજની પેઢી એ સ્મશાન, દવાખાનું, દુઃખ, દર્દ ,તકલીફો કશું જ જોયું નથી, મહેસૂસ કર્યું નથી, પહેલા પડીએ એટલે ઓ મા, આ શબ્દ આવતું, ત્યારે અત્યારે આઉચ ,જે દવાખાનું અને હોસ્પિટલ દેખાય ,બાકી માં ફૂંક મારે અને મટી જાય તે દિવસો ગયા ,અત્યારે સંતાનોને બધી જ સગવડ જોઈએ ,ત્યારે સહનશીલતા તો જરાય નહીં ,એસી ,બંગલો ,ગાડી તમામ ભૌતિક સુવિધાઓમાં રાચતી આ પેઢીને સ્મશાન દવાખાનું, કોર્ટ, કચેરી પણ બતાવી જરૂરી છે, કારણ કે આ પેઢી કશી ખબર જ નથી ,google સર્ચ કરવા બેસી જાય ,ત્યારે હેલ્ધી રમતો ગાયબ થઈ ગઈ છે ,બાકી આ ચિત્ર ઘણું જ વધુ કહી જાય છે ,આ તસવીરમાં બાળક રમે છે ,તેનો કોઈ મિત્ર પણ નથી, ક્યાં માં બાપ અહીંયા રમવા મોકલે ,ત્યારે મિત્ર વગર પણ મસ્ત રમી રહ્યું છે, ને બાકી રોજના ડાઘુઓને તથા રોજ આવતી બોડીને જ જોવાની ,પણ કુદરત છે ,એમાં કોઈ શંકાને સ્થાન નહીં ,કોરોનાની મહામારીમાં અનેક લોકો ગુજરી ગયા, ત્યારે અહીંયા કામ કરાવવા આજે સેવા કરી રહ્યા છે ,ભોલે શંકરની પણ કૃપા કહેવાય, ત્યારે આજનું બાળક કાલનું ભવિષ્ય હોય તેમ આ બાળક પણ ભણવા ઉપરાંત અન્ય મિત્રોને ગોતી રહ્યુ છે ,ત્યારે આ જગ્યાએ મિત્રો લાવવા પણ કેટલા તકલીફ ભર્યા છે? સાચું ને?