ગુજરાતમાં જુનાગઢ ,પોરબંદર, જામનગર ,વેરાવળ ,રાજકોટ ના જિલ્લા તાલુકાઓના ગામો અને અન્ય તમામ વિસ્તારોમાં ખૂબ જ વરસાદ થતાં પાણી ભરાઈ જતા લોકોનો જીવન નિર્વાહ ખોરવાઈ ગયો છે. તેમજ પશુધનને ઘાસચારો ન મળતા ભૂખ્યા પેટે મોતને ભેટી રહ્યા છે્, તો તાત્કાલિક અસરથી જંગલ ખાતાના અધિકારીઓને સૂચના આપી ગામે ગામ ઘાસચારો પૂરો પાડવામાં આવે,
વધુમાં પુરપીડી માટે ભોજનની વ્યવસ્થા, દેવાનાબુદી,નુકસાનની ભરપાઈ, પાક નુકસાનનું ઝડપી વળતર મળે, અને એકર ₹25,000 ખર્ચ પેટે આપવામાં આવે તેવી માંગણી સાથે રાષ્ટ્રીય આપદા સાથે લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ ભરતસિંહ ઝાલા નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્ર ગુજરાત ખેડૂત એસો. વતી મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને રજૂઆત કરી છે.