છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં ઓવરસ્પીડિંગ અકસ્માતથી ૨૬,૫૫૩ મૃત્યુ : ગુજરાતમાં અકસ્માતમાં મૃત્યુના આંકમાં સુરત શહેર મોખરે 

Spread the love

ગુજરાતના ચાર મહાનગરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં ૧૮,૨૮૭ મૃત્યુ : એનસીઆરબી મુજબ ત્રણ વર્ષ માં સુરતમાં અકસ્માતમાં ૬૭૬૦ મૃત્યુ અમદાવાદમાં અકસ્માતમાં ૫૪૯૫, રાજકોટમાં ૩૯૩૪ અને વડોદરામાં ૨૦૯૮ મૃત્યુ

ગુજરાતમાં નેશનલ હાઇવે પર અકસ્માત માં મૃત્યુના મુખ્ય કારણ ઓવરસ્પીડીંગ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ..

અમદાવાદ

રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યુ કે ગુજરાતમાં જે પ્રકારે ગમખ્વાર અકસ્માત માં નિર્દોષ લોકો ના જીવ જઈ રહ્યા છે તે સમાજ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. ગુજરાત રાજ્ય ના ચાર મહાનગરો એનસીઆરબીના આંકડા મુજબ ત્રણ વર્ષ માં ૧૮,૨૮૭ મૃત્યુ થયા. અકસ્માત માં મૃત્યુ આંકમાં સુરત ગુજરાત રાજ્ય માં મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં ૬૭૬૦ મૃત્યુ થયા છે. અમદાવાદ માં ત્રણ વર્ષમાં ૫૪૯૫, રાજકોટ માં ૩૯૩૪ અને વડોદરા માં ૨૦૯૮ મૃત્યુ થયા છે. ગુજરાત રાજ્યમાં રોડ સેફ્ટી એક્ટ ૨૦૧૮ માં અમલ આવી ગયો છે, છતાં હાલમાં પણ તેનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું નથી.

ગુજરાત રાજ્ય ના રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ ગત વર્ષ ૨૦૨૨ માં ઓવર સ્પીડિંગ ના લીધે નેશનલ હાઇવે માં અકસ્માત માં ૧૯૯૧ મૃત્યુ થયા .જ્યારે વર્ષ ૨૦૨૧ માં ઓવર સ્પીડિંગ માં ૧૯૭૧, વર્ષ ૨૦૨૦ માં ૧૭૧૮ અને વર્ષ ૨૦૧૯ માં ૧૮૨૪ મૃત્યુ થયા. વર્ષ ૨૦૨૨ માં રોંગ સાઇડ ડ્રાઇવિંગ ના લીધે અકસ્માત થી ૬૨ મૃત્યુ થયા જ્યારે વર્ષ ૨૦૨૧ માં ૬૩, વર્ષ ૨૦૨૦ માં ૬૩ અને વર્ષ ૨૦૧૯ માં ૬૨ મૃત્યુ થયા. ગુજરાત સરકાર જોડે અમારી માંગ છે કે ગુજરાત ને સ્પીડ મેનેમેન્ટ પ્લાન ની તાતી જરૂરિયાત છે. ઈન્ટરસેપ્ટર વાહનો માત્ર નામ પૂરતા દેખાય છે તેનો પુરતો ઉપયોગ કરવો જોઈએ. સ્પીડ કેમેરા લગાડવા, સ્પીડ લિમિટ ને ફોલો કરવા માટે પૂરતા પ્રયાસો કરવા જોઈએ. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ નો સમાવેશ કરી ટીન એજર અને યુવાનો માં જાગૃતિ લાવવા નો પ્રયત્ન કરવો જોઈએ. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ મોનીટરીંગ કરવું જોઈએ. એસ જી હાઇવે અમદાવાદ જેવો કરૂણ અકસ્માત ફરી ન બને તે માટે સરકારે રોડ સેફ્ટી ને પ્રાધાન્ય આપવા ઉપર કામ કરવું જોઈએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com