ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી , સુરતના વકીલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર બળવંત સુરતી, સુરત શહેર કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન અજય ગોંડલીયા, એડવોકેટ જમીર શેખ , કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી, હિરેન બેન્કર ઉપસ્થિત રહ્યા
સામાન્ય નાગરિકો-અસીલો-વકીલોને સમય –શક્તિનો વ્યય થશે , સાથે આર્થિક ખર્ચમાં વધારો થશે ત્યારે કોર્ટ સ્થળાંતર બાબતે તંત્રનો તઘલખી નિર્ણય : કોર્ટની બાજુમાં જે કૃષિપંચની જગ્યા છે કલેકટર બંગલાની જગ્યા છે અથવા તો અહિયાં એક્સટેન્ડ થાય તથા તંત્ર પાસે વૈકલ્પિક અનુકૂળ જગ્યાએ ખસેડવા વકીલોની માંગ
અમદાવાદ
સુરતની અઠવાલાઈન્સ કોર્ટ બિલ્ડીંગને ફક્ત પાર્કિંગના મુદ્દાને લઈને ૩૫ કિમી દુર જીયાવ-બુડિયા સ્થળાંતર કરવાના મુદાને લઈને વકીલો સતત વિરોધ નોંધાવી રહ્યા છે. સામાન્ય નાગરિકો-અસીલો-વકીલોને સમય –શક્તિનો વ્યય થશે. સાથે આર્થિક ખર્ચમાં વધારો થશે ત્યારે કોર્ટ સ્થળાંતર બાબતે તંત્રના તઘલખી નિર્ણય અંગે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણીએ જણાવ્યુ હતુ કે, તમામ સરકારી કચેરીઓ અહી કોર્ટની નજીકમાં જ આવેલી છે ત્યારે કોઈ પણ જુનીયર વકીલો અથવા મહિલા વકીલોને કોર્ટનું સ્થળાંતર મંજુર નથી. જો કોર્ટનું સ્થળાંતર જિયાવ બુઢીયા ખાતે કરવામાં આવશે તો સુરત સહિતના આસપાસના હજારો પરિવારને ઓછા ખર્ચે ન્યાય મેળવવાની જગ્યાએ શહેર થી 35 કિલોમીટર દૂર હાઈવે પર જવું પડશે.કોર્ટ બિલ્ડિંગ ખસેડવાની વાત છે જે સત્તાધીશો એ આ નિર્ણય જાતે જ કર્યો છે અમારી માંગ છે કે કોર્ટની બાજુમાં જે કૃષિપંચની જગ્યા છે કલેકટર બંગલાની જગ્યા છે અથવા તો અહિયાં એક્સટેન્ડ થાય તથા તંત્ર પાસે વૈકલ્પિક અનુકૂળ જગ્યા છે સુરતના નાગરિકોના હિતમાં કોર્ટ માટે ફાળવણી માટે તંત્રએ મોટું મન રાખવું જોઈએ. કોંગ્રેસના સમયમાં શહેરની મધ્યમાં ન્યાય મળે તે હેતુથી કોર્ટનું બાંધકામ થયું હતું. જ્યારે નવી કોર્ટ હવે 35 કિલોમીટર દૂર ઔદ્યોગિક વિસ્તારમાં થશે. જિયાવ બુડિયા વિસ્તારમાં કેમિકલ કંપનીઓના કારણે પ્રદૂષણનું પ્રમાણ પણ ખૂબ ઊંચું હોય છે ત્યારે વકીલો, પક્ષકારો અને અન્ય લોકોના સ્વાસ્થ્ય માટે અનુકૂળ રહેશે નહીં. વકીલો અને સામાન્ય નાગરિકો તો કોર્ટમાં કામ કરતા કર્મચારી પાસેથી કોર્ટના સ્થળાંતર માટે અભિપ્રાય લેવો જોઈએ. પરંતુ અહીં તંત્ર દ્વારા કોઈ વકીલ, પક્ષકારો, સાક્ષીઓ કે જાહેર જનતાનો મત લીધો નથી. અને માત્ર સત્તાધીશોએ તઘલખી નિર્ણય લઈને કોર્ટનું સ્થળાંતર કરવાનું નક્કી કર્યું છે. જો તંત્ર દ્વારા અભિપ્રાય લઈને અનુકૂળ નિર્ણય નહીં લે તો વકીલો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન અને ધરણા કરવામાં આવશે. રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં સુરતના વકીલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર બળવંત સુરતી, સુરત શહેર કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન અજય ગોંડલીયા, એડવોકેટ જમીર શેખ ઉપસ્થિત રહી સુરત કોર્ટના સ્થળાંતરના લીધે વકીલો-અસીલો-સાક્ષી-કોર્ટ કર્મચારીઓને પડનારી મુશ્કેલી અંગે માહિતી આપી હતી અને વકીલોના હીતમાં લડાઈ લડવાની જાહેરાત કરી હતી.