આરોપી અમિત
અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.આલની ટીમના એમ.એન.જાડેજા તથા ટીમના માણસો દ્વારા ગાડીના કાચ તોડી ચોરી કરતાં આરોપી અમિત S/0 રાકેશભાઇ ઉદેસિંગ જાતે અભવેકર ( છારા) ઉવ.૨૭ રહે. સિંગલ ચાલી, છારાનગર, બંગ્લા એરિયારોડ, કુબેરનગર, સરદારનગર, અમદાવાદ શહેરને સૈજપુર ગરનાળા, ભાર્ગવરોડ ખાતેથી ઝડપી લીધેલ છે.આરોપી ફોરવ્હીલ ગાડીઓના કાચ તોડી ચોરી કરવાના કેસોમાં પકડાયેલ છે. આશરે એકાદ મહિના પહેલાં તે એકસેસ ગાડી નં. GJ-01-JQ-6890 લઇને સાંજના સમયે ચોરી કરવા સારુ નીકળેલ અને રાત્રીના નવેક વાગે એસ.પી. રીંગરોડ, ભાટ ગામ પાસે, એકસપીરીયા બિલ્ડીંગ પાસે રોડ પર પાર્ક કરેલ બલેનો ગાડીનો કાચ તોડી લેપટોપ બેગ ચોરી કરેલ. જે બેગમાંથી લેપટોપ, ચાર્જર તથા બીજા કેટલાક ડોક્યુમેન્ટસ મળી આવેલ પરંતુ કોઇ રૂપિયા કે કિંમતી ચીજવસ્તુ મળી આવેલ નહી જેથી અગોરા મોલની સામે જતા રોડ પર અવાવરી જગ્યાએ લેપટોપ સાથેનુ બેગ ફેકી દીધેલ હોવાની હોવાની હકીકત જણાવેલ છે.
શોધી કાઢેલ ગુન્હાની વિગત
અડાલજ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૦૧૨૩૦૩૯૭/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯, ૪૬૧