આરોપી રૂપાબેન, કાજલબેન
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઈ.શ્રી કે.કે.ચૌહાણ તથા હે.કો.ઈમ્તીયાઝઅલી ઉમરાવઅલી, હે.કો.ભરતભાઈ જીવણભાઈ દ્વારા પેસેનજરોની નજર ચૂકવી ચોરી કરતી મહિલા આરોપી
(૧) રૂપાબેન વા/ઓ મહેશભાઈ કિશોરભાઈ દંતાણી, ઉ.વ.૨૧, રહે. હનુમાનનગરની ચાલી, વિનોદ સાયકલવાળાના મકાનમાં સોરાબજી કંપાઉન્ડ, વાડજ, અમદાવાદ મુળ ગામ: સિયોર તા.બેચરાજી, જી.મહેસાણા.
(૨) કાજલબેન વા/ઓ વિજયભાઈ પબજીભાઈ દંતાણી, ઉ.વ.૨૩. રહે. હનુમાનનગરની ચાલી, સતીષભાઈ સિન્ધીના મકાનમાં સોરાબજી કંપાઉન્ડ, વાડજ, અમદાવાદ મૂળ ગામ મોટી ચંદુર તા.સમી જી.પાટણને વાડજ ભીમજીપૂરા ચાર રસ્તા નવા બનતા બિલ્ડીંગ પાસેથી ઝડપી લીધેલ છે.તેઓની પાસેથી (૧) સોનાની ચેઈન-૧, (૨) સોનાનો પેન્ડલ સાથેનો હાર-૧, (૩) સોનાની બુટ્ટી જોડ-૧, (૪) સોનાની બંગડી નંગ-૨, (૫) ચાંદીની વીંટી-૦૧ મળી કુલ કિ.રૂ.૩,૨૩,૩૦૦/-ની મત્તાનો મુદ્દામાલ મળી આવતાં તે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપી બહેનો આજથી આશરે બારેક દિવસ સવારના સમયે તેઓ બંને તથા ભારતી, ટીવન્કલ, બે છોકરા સની ઉર્ફે પપલો અને વિપુલ એ રીતે ના છ જણા બી.આર.ટી.એસ.બસમાં પેસેન્જરની ભીડમાં નજર ચુકવી ચોરી કરવા નીકળેલા અને નહેરૂનગર બી.આર.ટી.એસ. બસ સ્ટોપથી ૮ નંબરની બી.આર.ટી.એસ.બસમાં બધા બેસી ગયેલ. જે બસ સ્ટાર બજાર બી.આર.ટી.એસ સ્ટોપે ઉભી રહેલ અને પેસેન્જરો નીચે ઉતરવા લાગેલ આ વખતે ભીડ થતા બધા એક લેડીઝ પેસેન્જરની આજુબાજુ ઉભા થઈ ગયેલ. તે લેડીઝ પેસેન્જરના ખભે પર્સ લટકાવેલ હતું તેમાંથી એક નાનુ પર્સમાં રોકડા રૂ.૧૩,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના હતા તે પર્સની પેસેન્જરની નજર ચુકવી ચોરી કરી લીધેલ.જે બાબતે સેટેલાઈટ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૨૨૩૦૨૨૧/ ૨૦૨૩ ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ નો ગુનો શોધાયેલ છે.
ગુનાહિત ઈતિહાસ
આરોપી નં-૧ અગાઉ નીચે મુજબના ગુન્હાઓમાં પકડાયેલ છે.
(૧) કારંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૦૨૦૧૦૮૮/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૭૯,૩૪ મુજબ
(૨) ઈસનપુર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૨૨૨૦૮૨૮/૨૦૨૨ ઈ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ પકડાયેલ બંને મહિલાઓએ આ સિવાય અન્ય આવા પ્રકારના ગુનાઓ આચરેલ છે કે કેમ ?તે બાબતે તેઓની સઘન પૂછપરછ તપાસ ચાલુ છે.