રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ જણાવ્યું હતું કે, રાજ્ય માં આજે ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ SEOC, ગાંધીનગર ખાતે ઈમરજન્સી સમીક્ષા બેઠક કરીને જિલ્લા કલેકટરનો જરૂરી સૂચનાઓ આપી હતી.
રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે.ભારે વરસાદના કારણે પોરબંદર અને કચ્છના બે નેશનલ હાઈવે પર પાણી ઉપરથી જવાના કારણે બંધ છે. જ્યારે ૧૦ સ્ટેટ હાઈવે ઓવર ટોપિંગના કારણે અને ૨૭૧ પંચાયત હસ્તકના એમ કુલ ૩૦૨ રોડ બંધ છે જે પાણી ઓછું થવાથી શરૂ થઈ જશે. હાલ ૭૩૬ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.
તેમણે કહ્યું હતું કે,જૂનાગઢ વલસાડ, ગીર સોમનાથ અને પોરબંદર સહિતના જિલ્લાઓ માં ભારે વરસાદના કારણે રાજ્યના ડેમોમાં પાણીની મોટી આવક થઇ છે. જેમાં નર્મદા ડેમ ૬૭ ટકા જ્યારે ૪૬ ડેમો સંપૂર્ણ ભરાયા છે . એનડીઆરએફ,એસડીઆર એફની કુલ નવ ટીમો ભારે વરસાદવાળા જિલ્લામાં તહેનાત કરી છે.
આમાં એનડીઆરએફ અને એસડીઆરએફની બે- બે ટીમ જૂનાગઢમાં રાહત કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે ૩૫૮ લોકોના રેસ્ક્યુ કરાયા છે.માર્ગ અને મકાન વિભાગ સહિતના અન્ય વિભાગો સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનો આપી છે
હવામાન વિભાગના અહેવાલ મુજબ આવતીકાલે બપોર સુધીમાંગીરસોમનાથ, જૂનાગઢ કચ્છ ,પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. આવા સમયે બિન જરૂરી બહાર ન નીકળવા અને પોતાના ઘરે જ રહેવા કમિશનરશ્રીએ નાગરિકોને અનુરોધ કર્યો હતો.