ધંધુકા રેલવે ક્રોસિંગ પાસે ઓવરબ્રિજનું કામ કોન્ટ્રાક્ટ મુજબ 11 માસની જગ્યાએ ચાર વર્ષ થવા છતાં હજુ સુધી પૂર્ણ થયું નથી : રાજ્યસભા સાંસદ શક્તિસિંહ

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ

ઓવરબ્રીજનું કામ આશિષ બ્રિજ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડને સપ્ટેમ્બર 2019થી આપ્યું હતું પરંતુ આજ દિન સુધી ચાર વર્ષ વીતવા છતાં કામ પૂર્ણ ન થવાથી વિકટ ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાથી મુદ્દો સંસદમાં ઉઠાવ્યો : શક્તિસિંહ

ધંધુકા નજીક બાંધવામાં આવી રહેલા રેલ્વે ઓવરબ્રિજ

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ૨૧ જુલાઈ ૨૦૨૩નાં રોજ સંસદમાં રેલવે મંત્રી ને પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતના વડોદરા-ભાવનગર હાઇવે પર ધંધુકા નજીક બાંધવામાં આવી રહેલા રેલ્વે ઓવરબ્રિજનું કામ કઈ કંપનીને સોંપવામાં આવ્યું છે ? અને તેમને કામ પૂર્ણ કરવા માટે કેટલો સમય આપવામાં આવ્યો છે.આ કામ ક્યારે પૂરું થવાનું હતું, કાર્ય પૂર્ણ કરવામાં વિલંબ કેમ ? સમયસર કામ પૂર્ણ ન કરવા બદલ એજન્સી પર લાદવામાં આવેલ દંડની રકમ ? આ કામ કયા સમયે પૂર્ણ થશે?

રેલ્વે, સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉતર આપ્યો કે ભાવનગર મંડળમાં સાબરમતી બોએટેડ ખંડમાં ધંધુકા નજીક કામી 126/12-13 ખાતે લેવલ ક્રોસિંગ (LC) નંબર 114ના બદલે રોડ ઓવર બ્રિજ (ROB) ના બાંધકામનું કામ – ભાવનગર ડિવિઝનમાં બોએટેડ વિભાગ, માર્ગ અને મકાન (R&B) વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા ડિપોઝિટની શરતો પર ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, 23.09.2019 ના રોજ, વિભાગ દ્વારા મેસર્સ આશિષ બ્રિજ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડને 11 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ સંબંધિત બાબતોનું સંચાલન આર એન્ડ બી વિભાગ, ગુજરાત દ્વારા કરવામાં આવે છે. જ્યારે જરૂરી હોય ત્યારે રેલ્વેની જરૂરી મંજૂરી આપવામાં આવી હતી.

શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં બગોદરાથી ભાવનગર જતા વચ્ચે ધંધુકા રેલવે ક્રોસિંગ પાસે ઓવરબ્રીજનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન છે ત્યારે આ મુદ્દે મારી પાસે સ્થાનિક લોકોની રજૂઆત આવતા મે સંસદમાં ઉપરોક્ત મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો તેની સામે સરકારના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ધંધુકા પાસે રેલવેનો ઓવરબ્રિજ બનાવવાનું કામ સપ્ટેમ્બર 2019 કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તેમાં શરત હતી કે આ ઓવરબ્રિજ નું કામ 11 મહિનામાં એટલે કે ઓગસ્ટ 2020માં કામ પૂરું થઈ જવું જોઈએ, પરંતુ ચાર વર્ષ પૂર્ણ થવા છતાં આજ દિન સુધી કામ અધૂરું છે. આ કામ ગુજરાત સરકારના પીડબ્લ્યુ.ડી વિભાગને સોંપવામાં આવ્યું છે તેની જાણ મેં વડાપ્રધાન અને રેલવે પ્રધાનને કરી છે. 11 માસની જગ્યાએ ચાર વર્ષ થયા હોવા છતાં પણ હજુ કામ પૂર્ણ થયું નથી અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે તેથી આ ઓવરબ્રિજનું કામ કરનાર એજન્સી તથા જવાબદાર અધિકારી સામે પગલાં લેવા જોઈએ તેવી મારી સરકાર સમક્ષ માંગણી છે. છેલ્લા કેટલાય મહિનાથી આ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com