હવે જુલાઈ મહિનો પૂરો થવામાં થોડા જ દિવસો બાકી છે અને ઑગસ્ટ મહિનો આવવાની તૈયારીમાં છે. ત્યારે જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ બાકી છે અથવા તમે ઓગસ્ટમાં બેંક જવાની યોજના બનાવી છે, તો તમારે આ કામ જલદીથી પૂર્ણ કરવું જોઈએ. કારણ કે આ વખતે ઓગસ્ટ મહિનામાં બેંકો 14 દિવસ બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર તહેવારો અને સાપ્તાહિક રજાઓ સહિત કુલ 14 દિવસ બેંકમાં કોઈ કામકાજ રહેશે નહીં. તેથી જુલાઈના બાકીના દિવસોમાં તમે તમારું મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરી શકો છો અથવા તમે બેંકની રજાઓ અનુસાર ઓગસ્ટમાં બેંક સંબંધિત કાર્યનું આયોજન કરી શકો છો.
આ વખતે બેંકો 6ઠ્ઠી ઓગસ્ટ 2023ના રોજ રવિવારની રજા, 8મી ઓગસ્ટે અને 12મી ઓગસ્ટે મહિનાના બીજા શનિવારને કારણે બંધ રહેશે. આ સિવાય 13 ઓગસ્ટે રવિવાર હોવાથી બેંકોમાં કામકાજ નહીં થાય.
15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ છે, 16 ઓગસ્ટ પારસી નવું વર્ષ (શહંશાહી) છે અને 18 ઓગસ્ટ શ્રીમંત શંકરદેવની તિથિ છે અને 20 ઓગસ્ટ રવિવાર છે. એટલા માટે આ ચાર દિવસે બેંકોમાં રજા રહેશે.
29મી ઓગસ્ટે થિરૂવોણમના કારણે ત્યારબાદ 30મી ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર છે. એટલા માટે આ દિવસે બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત રક્ષાબંધન/શ્રી નારાયણ ગુરુ જયંતિ/પંગ-લહબસોલને કારણે 31 ઓગસ્ટે બેંકો પણ બંધ રહેશે.