ક્રાઈમ બ્રાન્ચે ઇસનપુરમાં મોની હોટલ પાસે કારમાંથી દારૂ અને બીયરની ૭૦ બોટલ પકડી 

Spread the love

આરોપી અમરેશ

ભારતીય બનાવટનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો તેને ઘોડાસર ખાતે રહેતા વિકાસ ઠકકર અને ચંદ્રભાણ ગઢવીએ આપેલ હતો

અમદાવાદ

અમદાવાદ ક્રાઇમબ્રાંચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર એન.જી.સોલંકી તથા પો.સ.ઇ. કે. કે. ચૌહાણની ટીમ અમદાવાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હે.કો. ભરતભાઇ જીવણભાઇ તથા હે.કો. ઇમ્તીયાઝઅલી ઉમરાવઅલીને મળેલ બાતમી આધારે ઇસનપુર ચાર રસ્તાથી મોની હોટલ તરફ જવાના સર્વિસ રોડ ઉપર આવેલ કામધેનુ સોસાયટીના નાકેથી આરોપી અમરેશ સ/ઓ દિનેશ રણજીત મિશ્રા ઉ.વ.૩૪ રહે: એ/૪, પુષ્પમ બંગલોઝ, ખારાવાલા કંપાઉન્ડ, વટવા રોડ, ઈસનપુર,અમદાવાદને તેના કબ્જાની સિલ્વર કલરની સેવરોલેટ ફોર વ્હીલ ગાડી નંબર જીજે-૦૯-બી.એ. ૦૦૦૩ સાથે પકડી ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરેલ નાની મોટી કુલ બોટલ નંગ ૫૦ કિ.રૂ. ૨૩૨૧૬, બીયર ટીન નંગ ૨૦ કિ.રૂ. ૨૪૦૦ તથા રોકડા રૂ. ૨૩,૦૦૦, સેવરોલેટ ફોર વ્હીલ ગાડી કિ.રૂ. ૫૦,૦૦૦, મોબાઇલ ફોન -૧ કિ.રૂ. ૫૦૦૦ મળી કુલ્લે કિ.રૂ. ૧,૦૩,૬૧૬ ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. વિદેશી દારૂના જથ્થા અંગે અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ “સી” માં ધી ગુજરાત પ્રોહિ. એકટ (ગુજરાત પ્રોહીબીશન સુધારા અધિનિયમ) ની કલમ ૬૫ (એ) (ઈ), ૮૧, ૯૮(૨), ૧૧૬ (બી) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પો.સ.ઇ. કે. કે. ચૌહાણ ચલાવશે.આરોપીના કબ્જાની ગાડીમાંથી મળેલ આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો તેને ઘોડાસર ખાતે રહેતા વિકાસ ઠકકર અને ચંદ્રભાણ ગઢવીએ આપેલ હતો.

આરોપીનો ગુનાહીત ઇતિહાસ

(૧) મણિનગર પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ. ર. નં. ૦૧૫૬/૨૦૧૫ ઈ.પી.કો. કલમ ૨૯૪(ખ), ૩૨૩, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબ

(૨) વલસાડ ટાઉન પોલીસ સ્ટેશન પ્રોહિ. ગુ.ર.નં.૧૧૨૦૦૦૧૦૨૦૦૩૬૦/૨૦૧૬ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૬૫(એ)(ઈ), ૬૭(એ), ૮૧, ૯૮(૨) મુજબ

(૩) નારોલ પોલીસ સ્ટેશન પ્રોહિ. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૬૫૨૨૦૨૬૦/૨૦૨૨ પ્રોહી કલમ ૮૫(૧), ૬૬ (૧) (બી), જી.પી.એકટ-૧૧૦,૧૧૭ મુજબ

(૪) નારોલ પોલીસ સ્ટેશન પ્રોહિ. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૬૫૨૨૦૯૬૮/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ (એ) (૧), ૬૬(૨),૯૮(૨), ૧૧૬(બી) મુજબ

(૫) નારોલ પોલીસ સ્ટેશન પ્રોહિ. ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૫૨૨૦૨૬૯/૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૪૫૨, ૫૦૬ (૨), જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબ

(૬) મણિનગર પોલીસ સ્ટેશનથી બી.પી.એકટ-૫૬/૦૦૦૧/૨૦૧૭ થી તડીપાર રહી ચૂકેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com