અમદાવાદ
પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચએ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી ચિરાગ ગોસાઇની સૂચના તથા માર્ગદર્શન આધારે અનાર્મ હેડ કોન્સ. ભાગ્યદીપ મહેશકુમાર ને મળેલ બાતમી હકિકત આધારે અમદાવાદ શહેર, સરખેજ, આર.સી.સી રોડ, ફતેવાડી કેનાલ પાસે નુફ રેસીડેન્સી-૦૨ આગળ જાહેર રોડ ઉપરથી આરોપીઓ (૧) જાવેદખાન ઉર્ફે બાબા ઉર્ફે જીલ્લતી સ/ઓ અકબરખાન બલોચ ઉ.વ. ૩૯ મ.નં-૨૯૦૪, દાદામીયા ની ગલી, પોપટીયાવાડ, દરીયાપુર,,અમદાવાદ શહેર તથા (૨) વસીમએહમદ સ/ઓ સબ્બીરએહમદ શેખ ઉ.વ. ૩૧ મ.નં-૧૪૪૨, રંગરેજ પોળ, પટવાશેરી, લાલદરવાજા ,અમદાવાદ શહેર તથા (૩) સબાનાબાનુ વા/ઓ અનવરબેગ મીરઝા ઉ.વ. ૪૨ મ.નં-૪૧૨, ચોથોમાળ, નુફ રેસીડેન્સી, આર.સી.સી. રોડ, ફતેવાડી કેનાલ પાસે, અંબર ટાવર, સરખેજ, અમદાવાદ શહેર નાઓના કબ્જામાંથી વગરપાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોન નો કુલ્લે જથ્થો 69 ગ્રામ 670 મિલીગ્રામ જેની કુલ્લે કિ.રૂ.6,96,700/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.7,08,000/- ની સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય સદરી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી.પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૧૧૨૩૦૨૦૭/૨૦૨૩ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ મુજબ તા.૨૩/૦૭/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ.શ્રી ઝેડ.એસ.શેખ નાઓ તરફ ડેપ્યુટ કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(1) પો.ઇન્સ.શ્રી ચિરાગ ગોસાઇ (2) AST જયેશભાઇ ભીખાભાઇ (3) HC ભાગ્યદીપ મહેશકુમાર (બાતમી તથા ફરીયાદી) (4) HC પ્રધ્યુમનસિંહ છત્રસિંહ (4) HC વિજેન્દ્ર ભવરલાલ (5) હે.કો. બાબુભાઇ અમથાભાઇ (6) PC પરેશ વાલજીભાઇ (7) PC વનરાજસિંહ ભગવતસિંહ (8) W.A.S.I આશાબેન તળજાભાઇ (9) HC નરેન્દ્રભાઇ ગોવિંદભાઇ (10) ASI પ્રવિણસિંહ માનસિંહ