પાર્કીંગમાં પાર્ક કરેલ ટુ વ્હિલરોના લોક તોડી ટુ વ્હિલરોની ચોરી કરતા ઈસમને ઝડપી પાડતી રામોલ પોલીસ

Spread the love

આરોપી કરણસિંહ ચિનુભા વાઘેલા

ચોરી કરેલ અલગ અલગ ચાર ટુ વ્હિલરો મળી કુલ્લે કીમત રૂપીયા ૧,૧૫,૦૦૦ના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો

અમદાવાદ

પો.ક.અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર  સેક્ટર-ર  તથા નાયબ પોલીસ કમીશ્નર  ઝોન-૫  તથા મદદનીશ પો.ક. “આઈ” ડીવીઝન ની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર  સી.આર.રાણાના માર્ગદર્શન હેઠળ તા:૨૧/૦૭/૨૦૨૩ ના રોજ એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ  તથા સ્ટાફના માણસો સાથે મિલકત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કો લાલજીભાઈ જહાભાઈ બ.નં ૬૪૬ર તથા પો.કો સત્યજીતસિંહ નિર્મળસિંહ બ.નં.૫૧૨૭ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે રામોલ ન્યુ મણીનગર ચાર રસ્તા ખાતે પંચો સાથે વોચ તપાસ કરતા આરોપી કરણસિંહ ચિનુભા વાઘેલા ઉવઃ૨૮ રહે:૩ હેવન પ્લાઝા પ્રકાશ ટેનામેન્ટ રામોલ અમદાવાદ શહેર ને પોતાના કબજામાં કોઈ આધાર પુરાવા કે કાગળો વગર હીરો સ્પેલન્ડર પ્લસ મો.સા નંબર જીજે.૨૭.સીએ.૨૦૭૪ કીમત રૂપીયા ૪૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી સદર ટુ વ્હિલરો ના આધાર પુરાવા માગતા કોઈ આધાર પુરાવા ન હોય જેની માલીકી બાબતે પુછપરછ કરતા પોતે જણાવેલ કે પોતે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ હોય અને તેને મોજ શોખમાં ફરવા માટે વાહનની જરૂર હોય જેથી આજથી પંદર દીવસ પહેલા ઉપરોક્ત મો.સા પોતે રામોલ સુરેલીયા સ્વસ્તીક મોલના બેઝમેન્ટ પાર્કીંગ માંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરતા ઉપરોક્ત મો.સા સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે કરી આરોપી વિરૂધ્ધ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી આરોપીની વિષેશ પુછપરછ કરતા પોતે છેલ્લા પંદર દીવસમાં રામોલ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તાર માંથી કુલ્લે ચાર ટુ વ્હિલરોની ચોરી કરેલ હોય અને જે ટુ વ્હિલરમાં પેટ્રોલ ખાલી થઈ જતા તે ટુ વ્હિલર પોતે સીટીએમ માટલા સર્કલ બ્રીજની નીચે બીનવારસી મુકી દેતો હોવાનુ જણાવી ચોરી કરેલ બીજા ત્રણ ટુ વ્હિલરો બતાવતા નં.(૧) હોન્ડા સાઇન મો.સા નંબર જીજે.૨૭.ડીડી.૦૬૭૨ કીમત રૂપીયા ૩૦૦૦૦/- તથા નં.(૨) હીરો સ્પેલન્ડર પ્લસ મો.સા નંબર જીજે.૨૭.એકે.૧૩૬૬ કીમત રૂપીયા ૨૦૦૦૦/- તથા નં.(૩) હોન્ડા એક્ટીવા નંબર જીજે.૨૭,એન.૮૨૧૯ કીમત રૂપીયા ૨૫૦૦૦/- તથા ઉપરોક્ત અગાઉ કબજે કરેલ મો.સા મળી કુલ્લે કીમત રૂપીયા ૧૧૫૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત તમામ ટુ વ્હિલરો ની ચોરી બાબતે રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૮૦૪/૨૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબ તથા ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૮૦૫/૨૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબ તથા ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૮૦૬૪૨૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબ તથા ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૮૧૦/૨૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબના ગુનાઓ દાખલ કરી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

કાર્યવાહી કરનાર ટીમના માણસો

એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ બ.નં.૧૩૬૩૩

પો.કો લાલજીભાઈ જહાભાઈ બ.નં ૬૪૬૨

પો.કો સત્યજીતસિંહ નિર્મળસિંહ બ.નં.૫૧૨૭

પો.કો ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ બ.નં.૧૦૩૪૧

પો.કો નિરવભાઈ રાજેશભાઈ બ.નં.૧૨૦૪૫

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com