વેપારીઓ સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરતા બે ઈસમોને ઝડપતી રામોલ પોલીસ

Spread the love

હોલસેલના વેપારીઓને મોબાઈલ ફોનથી માલ સામાનનો ઓર્ડર આપી પોતાની ગાડીમાં લોડ કરી માલ સામાન આપવા આવેલ રીક્ષા ચાલકને કોમ્પલેક્ષ ઉપર પૈસા લેવા મોકલી લોડ કરેલ માલ સામાન લઈ નાસી જતો હતો : છળ કપટથી મેળવેલ ડેકોરેશનનો સામાન ભરેલ સાત થેલા કીમત રૂપીયા ૨૧,૧૦૦ તથા ગુનામાં વાપરેલ છોટા હાથી ગાડી કીમત રૂપીયા ૨,૦૦,૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ ૨ કીમત રૂપીયા ૨૦,૦૦૦ મળી કુલ્લે કીમત રૂપીયા ૨,૪૧,૧૦૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા

અમદાવાદ

પો.ક. અમદાવાદ  તથા સંયુક્ત પોલીસ કમીશ્નર  સેક્ટર-૨  તથા નાયબ પોલીસ કમીશ્નર  ઝોન-૫  તથા મદદનીશ પો.ક. આઈ ડીવીઝનની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર  સી.આર.રાણાના માર્ગદર્શન હેઠળ તા:૨૨/૦૭/૨૦૨૩ ના રોજ એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ બ.નં.૧૩૬૩૩ તથા એ.એસ.આઈ મહેન્દ્ર દાજીરાવ બ.નં.૭૮૦૪ તથા સ્ટાફના માણસો સાથે મિલકત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કો પ્રકાશભાઈ રઘુભાઈ બ.નં. ૧૧૬૩૨ તથા પો.કો ધર્મેન્દ્રકુમાર ડાહ્યાભાઈ બાનં ૬૪૬૪ને મળેલ સંયુક્ત બાતમી આધારે રામોલ રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા ખાતે પંચો સાથે વોચ તપાસ કરતા આરોપીઓ નં.૧ સુનીલકુમાર ભાગીરથરામ બિસ્નોઈ ઉવ:૨૫ રહેઃબી/૧૦૮ હીમાલી હોમ્સ ભારત પ્રેસની બાજુમાં ઓઢવ અમદાવાદ શહેર મુળવતન ગામ:આંબાકા ભોળીયા તા:ચીતલવાના જી:ઝાલોર રાજસ્થાન તથા નં.૨ શ્રવણસિંગ મોડલિંગ રાજપુત ઉવ:૨૪ રહે:૧૧/૫૦૧ તાપી એપાર્ટમેન્ટ હરીદર્શન ચાર રસ્તા પાસે નિકોલ અમદાવાદ શહેર મુળવતન ગામ:ભાલીખાલ તા:ગુડામાલાની જી:બાડમેર રાજસ્થાન ને પોતાના કબજાની નંબર વગરની ટાટા કંપનીની છોટા હાથી ગાડીમાં કોઈ આધાર પુરાવા કે કાગળો વગર ડેકોરેશનનો સામાન ભરેલ અલગ અલગ પાર્સલો નંગ:૦૭ કીમત રૂપીયા ૨૧,૧૦૦/- તથા ઉપરોક્ત ગાડી કીમત રૂપીયા ૨,૦૦,૦૦૦/- તથા અલગ અલગ મોબાઈલ ફોન નંગ:૦૨ કીમત રૂપીયા ૨૦,૦૦૦/- મળી કુલ્લે કીમત રૂપીયા ૨,૪૧,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી સદર મુદ્દામાલ બાબતે તેમજ હાલની હાજરી બાબતે પુછતા બન્ને ઈસમોએ જણાવેલ કે તેઓ બન્ને જણાને વોન્ટેડ આરોપી માલમસિંગ પારસિંગ ચૌહાણ રહે:૧૧/૫૦૧ તાપી એપાર્ટમેન્ટ હરીદર્શન ચાર રસ્તા પાસે નિકોલ અમદાવાદ શહેર નાએ નોકરી ઉપર રાખેલ અને તમામ આરોપીઓએ ગુનાહીત

કાવતરૂ રચી વોન્ટેડ આરોપી કાલુપુર તથા અલગ અલગ જગ્યાના હોલસેલ વેપારીઓ પાસે મોબાઈલ ફોનથી મોટા પ્રમાણમાં માલ સામાન ઓર્ડર કરી પોતાના ધંધાનુ ખોટુ સરનામુ આપી માલ સામાન અમદાવાદ શહેર ના અલગ અલગ વિસ્તારના કોઈ કોમ્પલેક્ષ ખાતે મંગાવી પકડાયેલ બન્ને આરોપીઓને ઉપરોક્ત નંબર વગરની ટાટા છોટા હાથી ગાડી આપી આપેલ સરનામે મોકલી આપતો અને માલ સામાન ગાડીમાં લોડ કરી આપવા આવેલ રીક્ષા ચાલકને આરોપીઓ દુરથી કોમ્પલેક્ષમાં ખોટી ઓફીસ બતાવી પેમેન્ટ ત્યા લેવા જઈ મોકલી પોતે લોડ કરેલ માલ સામાન લઈ જઈ વોન્ટેડ આરોપીના ઘરે આપી જતા હોય અને તેઓએ અમદાવાદ શહેરના રામોલ તથા નરોડા તથા અલગ અલગ વિસ્તારમાં આશરે પંદર જેટલા વેપારીઓ સાથે ઉપરોક્ત એમ.ઓથી વિશ્વાસ ઘાત છેતરપીંડી કરેલ હોય તેમજ ઉપરોક્ત ગાડી માંથી મળી આવેલ ઉપરોક્ત માલ સામાન પણ આવીજ રીતે મેળવેલ હોવાનુ જણાવી ગુનાની કબુલાત કરતા ઉપરોક્ત તમામ મુદ્દામાલ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

કાર્યવાહી કરનાર ટીમના માણસો

. એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ બ.નં.૧૩૬૩૩

એ.એસ.આઈ મહેન્દ્ર દાજીરાવ બ.નં.૭૮૦૪

• પો.કો પ્રકાશભાઈ રઘુભાઈ બ.નં.૧૧૬૩૨

• પો.કો ધર્મેન્દ્રકુમાર ડાહ્યાભાઈ બ.નં.૬૪૬૪

પો.કો નિરવભાઈ રાજેશભાઈ બ.નં.૧૨૦૪૫

વુ.પો.કો સેજલબેન કનૈયાલાલ બ.નં.૫૧૨૬

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com